એડિશનલ સેશન્સ જજ કામિની લોએ કહ્યું કે, ચંદ્રશેખર આઝાદ દિલ્હીમાં જ્યારે આવે ત્યારે DSPને ફોન અથવા ઇમેલ કરીને જણાકારી આપે. 18 જાન્યુઆરીએ કોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો કે, આ અરજીમાં ચંદ્રશેખરે દિલ્હીના વિસ્તારને વેરિફાય કરે.
ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરને કોર્ટે આપી દિલ્હી આવવાની મંજૂરી - CAA
નવી દિલ્હી: તીસ હજારી કોર્ટે દરિયાગંજ હિંસા મામલે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ રાવણની જામીન આપવાની શરતમાં બદલાવ કરી દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી છે. આ અગાઉ કોર્ટે ચંદ્રશેખરને જામીન આપતા 4 અઠવાડીયા સુધી દિલ્હીમાં પ્રવેશ પર રોક લગાવી હતી.
ભીમ
કોર્ટે કહ્યું કે, ચંદ્રશેખર આઝાદને ચૂંટણીમાં ભાગ લેવા માટે મંજૂરી આપવામાં આવી છે. FIRમાં હેટ સ્પીચનો કોઇ પણ કેસ નથી.
ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, ચંદ્રશેખર પોતાની અરજીમાં દિલ્હીમાં કોઇ રહેઠાણ વિશે માહિતી આપી નથી. ગત 15 જાન્યુઆરીએ આઝાદને 15 હજાર પર જમાનત આપવામાં આવી હતી.