નવી દિલ્હી: જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિદ્યાર્થી છેલ્લા 40 દિવસથી CAA અને NRCને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ સમયે પ્રદર્શનકર્તાઓને બુધવારે ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ ઉર્ફ રાવણનું પણ સમર્થન મળ્યું હતું. આ સમયે તેને પ્રદર્શનકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે, આ સરકાર એ લોકોને ટાર્ગેટ કરે છે, જે સરકાર વિરૂદ્ધ કોઇ પણ પ્રવૃતિ કરતા હોય, પરંતુ આ લડાઇની આગેવાની આપણી મા અને બહેનો કરી રહી છે. જેના વિરૂદ્ધ સરકાર કઇ પણ બોલતી નથી. આ સાથે કહ્યું કે અમે બંધારણને બચાવવા માટે લડાઇ લડી રહ્યા છીએ અને એ નિશ્ચીત છે કે અમારી જીત થશે.
જામિયા-મિલિયામાં વિરોધ કરતા વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા ભીમ આર્મી ચીફ - ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ
જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિદ્યાર્થી સંગઠન NRC અને CAA વિરૂદ્ધ છેલ્લા 40 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તકે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ આ વિદ્યાર્થી સંગઠનની વ્હારે આવ્યા હતાં.
જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થી સંગઠનની વ્હારે આવ્યા ભીમ આર્મી ચીફ
પ્રદર્શનકર્તાઓને સંબોધન કરતા ચંદ્રશેખર આઝાદે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીને ભારતના બંધારણ પાસે હારી જવુ પડશે અને આ લડાઇ બંધારણ બચાવવા માટે જામિયા મિલિયા ઇસ્લામિયા અને શાહીન બાગથી શરૂ થઇ છે અને તે ધીરે ધીરે દેશના અન્ય સ્થળો પર પણ પહોંચશે. જેનો તમામ શ્રેય મહિલાઓ અને વિદ્યાર્થીઓને ફાળે જાય છે. આ સાથે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક દિવસ આ કાળો કાયદો પરત લેવા મજબૂર કરી દઇશુ.