ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનનો ભિલવાડા જિલ્લો કોરોના મુક્ત બન્યો - ભિલવાડા ન્યૂઝ

ભિલવાડા જિલ્લા વહીવટ અને ડૉકટર્સની અવિરત મહેનતને લીધે ભિલવાડા જિલ્લો પહેલો કોરોના મુક્ત જિલ્લો બન્યો છે, જ્યાં રાજસ્થાનમાં પહેલો કોરોના કેસ શરૂ થયો હતો અને પ્રથમ કોરોના મુક્ત ભિલવાડા જિલ્લો થયો છે.

rajsthan
rajsthan

By

Published : Apr 17, 2020, 9:22 PM IST

રાજસ્થાન: રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની ટેગલાઇન "રાજસ્થાન સતર્ક હૈ" સાથે કોરોના વિરુદ્ધ ચાલી રહેલા મિશનની સફળતા એ છે કે, દેશના પહેલા કોરોના સેન્ટર તરીકે ઓળખાતા ભિલવાડા હવે કોરોના મુક્ત થઈ ગયા છે.

7 એપ્રિલે મળેલા છેલ્લા કોરોના પોઝિટિવ દર્દીનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે, ભિલવાડામાં હાલ કોઈ કોરોના પોઝિટિવ નથી. હાલમાં હોસ્પિટલમાં ફક્ત બે દર્દીઓ દાખલ છે, જેમાંના સતત બે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ત્રીજો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તે પછી તેઓ 14 દિવસ ક્વોરેન્ટાઇનમાં ઘરે રહેશે.

ABOUT THE AUTHOR

...view details