વડાપ્રધાન મોદીની સ્વતંત્રતા દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિકની અપીલ કરે તે પહેલા જ આ મહિલા પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે જાગૃતિ ફેલાવી રહી છે.
શ્રદ્ઘાએ ક્રોંકરી બેંક બનાવી છે, આ બેંક દ્વારા તેઓ વિવિધ કાર્યક્રમો અને પ્રસંગો માટે વિનામૂલ્યે સ્ટીલના વાસણો પૂરા પાડે છે. શ્રદ્ઘા પાસે ફક્ત ભીલા જિલ્લાના જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો પણ વાસણ મેળવે છે.
'પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ'માં આ મહિલાની છે સરાહનીય ભૂમિકા, વાંચો આ વિશેષ અહેવાલ... શ્રદ્ધાનો હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક કટલરીના ઉપયોગને ટાળવા માટેનો છે. જ્યારે સ્ટીલના વાસણોની આપ-લે થતી હોય તેવા સમયે શ્રદ્ધા શાળાઓના બાળકોને પણ બોલાવી લે છે. જેથી સિંગલ-યુઝ-પ્લાસ્ટિકના દુષ્પ્રભાવો વિશે શિક્ષિત કરી શકાય.
શ્રદ્ઘાની આ પહેલ યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે. આ પ્રયાસ પ્લાસ્ટિક મુક્ત ભારતનો ઝુંબેશનો નાનકડો જ ખરો પણ અર્થસભર ભાગ છે.