ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ પોતાના CM ઉમેદવારનું નામ જણાવે : PCમાં કેજરીવાલનો પડકાર - Amit Shah

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતાં અને પાર્ટી તેના સીએમ ઉમેદવારનું નામ જણાવે તેને દઈને દબાણ કર્યું હતું.

Kejriwal
કેજરીવાલ

By

Published : Feb 6, 2020, 5:28 PM IST

નવી દિલ્હી: કેજરીવાલે કહ્યું કે, 'મેં બે દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીને તેના સીએમ ઉમેદવારનું નામ જણાવવા કહ્યું હતું. તેણે કહ્યું કે, ભાજપ અમિત શાહના નેતૃત્વમાં ચૂંટણી લડી છે, જેથી અમિત શાહે મારી સાથે ચર્ચા કરવા આવવું જોઈએ. આ અંગે પણ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. કેજરીવાલે કહ્યું કે, જનતા સીએમ ઉમેદવારના નામ પર મત આપે છે અને હજી સુધી ભાજપે તેના સીએમ ઉમેદવારની જાહેરાત નથી કરી'.

ભારતીય જનતા પાર્ટી સીએમ ઉમેદવારનું નામ જાહેર કરે: કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે, હું કોઈ પણ મુદ્દે અમિત શાહ સાથે ચર્ચા કરવા તૈયાર છું. ભાજપ શાહીન બાગને મુદ્દો બનાવી રહી છે તો હું આ મુદ્દે પણ વાત કરવા તૈયાર છું. ભગવત ગીતાનું ઉદાહરણ આપતાં કેજરીવાલે કહ્યું કે, સાચો હિન્દુ ક્યારેય મેદાન છોડીને ભાગતો નથી. અમિત શાહ મેદાન છોડીને ભાગી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details