વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશની મુખ્ય જાહેર આરોગ્ય વીમા યોજના, આયુષ્માન ભારત યોજનાના "1 કરોડ લાભાર્થી" સાથે વાતચીત કરી હતી અને વિશ્વના "સૌથી મોટા સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ અને સંગઠનોનો આભાર માન્યો હતો.
રેલવે પ્રધાન પિયુષ ગોયલે મંગળવારે જાહેરાત કરી હતી કે, રેલવે વિભાગ 1 જૂનથી 200 નોન એસી સ્પેશિયલ ટ્રેન શરૂ કરશે. આ નોન એસી ટ્રેનોની ટિકિટનું બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે. આ પહેલા રેલવે વિભાગે 30 સ્પેશિયલ એસી ટ્રેનો શરૂ હતી.
- અમ્ફાન ચક્રવાતના કારણે 3 વિમાન કોલકાતાથી વારાણસી ખસેડાયા
કોલકાતામાં આવેલા અમ્ફાન ચક્રવાતના કારણે વારાણસી એરપોર્ટ પર 3 સ્પાઇસના જેટ વિમાન લાવવામાં આવ્યા છે. ત્રણેય વિમાનને એપ્રોન પર મુકવામાં આવ્યા છે. 21 મેના રોજ અથવા ત્યાં હવામાન બરાબર થયા પછી વિમાનો રવાના કરવામાં આવશે.
યૂપીમાં બસોને લઇને કોંગ્રેસ અને ભાજપમાં ધમાસાણ શરુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના સચિવ સંદિપ સિંહે 19 મેએ મોડી રાત્રે વધુ એક પત્ર સરકારને લખ્યો હતો. આ પત્રમાં ખાનગી સચિવે કહ્યું કે, સરકારના નિર્દેશો અનુસાર મંગળવારે સવારે બસોની સાથે ઉત્તર પ્રદેશ બોર્ડર પર ઉભા છે. બુધવારની સાંજે 4 કલાક સુધી તેમની બસો ઉત્તર પ્રદેશની બોર્ડર પર હાજર રહેશે.