હૈદરાબાદ: ભારતમાં કોરોના સંક્રમણથી 43,379 લોકોના મોત થયાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ ભારતમાં 35 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ સામે આવ્યાં છે.
ભારતમાં 43,379 લોકોના મોત, હજુ પણ 21.53 લાખથી વધુ લોકો સંક્રમિત
ભારતમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરમાં 21,53,010 લાખ લોકો સંક્રમિત છે. જેમાં 14,80,884 લોકોને સારવાર આપી રજા આપવામાં આવી છે.
દેશભરમાં કોરોનાથી 21.53 લાખથી વધુ લોકો સંક્રમિત
ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 21,53,010 સુધી પહોંચી ગઇ છે. જેમાં 6,28,747 કેસ એક્ટિવ છે. તેમજ 14,80,884 કોરોના સંક્રમિત લોકો સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. જો કે, 43,379 લોકોના મોત થયાં છે.