ભારત બાયોટેકે મુખ્યપ્રધાન રાહતનિધિમાં 2 કરોડનું આપ્યું દાન - telangana latest news
કોરોના વાઇરસના નિયંત્રણ માટે તેલંગાણા સરકાર દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમોની સહાયતા માટે ભારત બાયોટેક કંપની દ્વારા મુખ્યપ્રધાન રાહતનિધિમાં 2 કરોડનું દાન આપવામાં આવ્યું છે.
ભારત બાયોટેકે મુખ્યપ્રધાન રાહતનિધિમાં 2 કરોડનું આપ્યું દાન
તેલંગાણા: ભારત બાયોટેક કંપનીના ચેરમેન કૃષ્ણા એમ એલ્લા, સહસ્થાપક સુચિત્રા એલ્લા, પ્રેસિડેન્ટ સાઇ પ્રસાદે પ્રગતિભવનમાં જઇ તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવને રકમનો ચેક અર્પણ કર્યો હતો. ચેરમેન કૃષ્ણા એમ એલ્લાએ કોરોના વાઇરસની રસી ટૂંક જ સમયમાં શોધાઇ જશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.