ગુજરાત

gujarat

હિન્દુનો અર્થ BJP નથી, એટલે ભાજપનો વિરોધ એ હિન્દુનો વિરોધ નથી: ભૈયાજી જોશી

By

Published : Feb 10, 2020, 8:10 AM IST

ગોવાની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સહકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું કે, હિન્દુ સમુદાયનો અર્થ ભારતીય જનતા પાર્ટી નથી અને ભાજપનો વિરોધ એ હિન્દુઓનો વિરોધ નથી

Bhaiya Ji Joshi
ભૈયાજી જોશી

પણજી: બે દિવસની મુલાકાતે ગોવા આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સહકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું કે, હિન્દુ સમુદાયનો અર્થ ભારતીય જનતા પાર્ટી નથી અને ભાજપનો વિરોધ એ હિન્દુઓનો વિરોધ નથી. તેમણે કહ્યું કે, રાજકીય લડત ચાલુ રહેશે, પરંતુ તેને હિન્દુઓ સાથે જોડવામાં ન આવે. આ રાજકીય બાબત છે અને તે ચાલતી રહેશે.

મીડિયાના સવાલોના જવાબ આપતાં ભૈયાજી જોશીએ કહ્યું કે, 'હિન્દુ જ હિન્દુનો શત્રુ બની રહ્યો છે. એવા અનેક ઉદાહરણો મળી રહ્યાં છે. એટલે સુધી કે, એક જાતિના લોકો પોતાની જ જાતિના અન્ય લોકોનો વિરોધ કરે છે. તેમણે કહ્યું કે, જેટલા પણ ધર્મનું નિર્માણ થયું તે બધા સ્વાર્થ કેન્દ્રિત બની ગયા છે અને તે સ્વાર્થ કેન્દ્રિત લોકો જ સત્યના માર્ગ પર ચાલનારા લોકોનો વિરોધ કરે છે.

વધુમાં RSS નેતા ભૈયાજી જોશીએ કહ્યું કે, જે લોકો દેશની નીતિ બનાવે છે, તેઓએ એ વાતની કાળજી લેવી જોઈએ કે, જો શિક્ષણ દેશનું ભવિષ્ય સુધારે છે, તો એજ રીતે શિક્ષણ નીતિ પણ અમલમાં મુકવી જોઈએ. પણ આવું થઈ શક્યું નથી.

ABOUT THE AUTHOR

...view details