ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રમ્પને પ્રચારમાં બોલાવશે, તો પણ ભાજપની હાર નિશ્ચિત :ભગવંત માન - campaign

પૂર્વ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકમાં સમાવિષ્ટ સાંસદ ભગવંત માનસિંહે વિશ્વાસ નગરમાં રોડ શો કર્યો હતો. તેમણે આ રોડ શો દિપક સિંઘલાનાં સમર્થનમાં કર્યો હતો.

bhagwat-mann-election-campaign-in-delhi
ભગવંત માનસિંહેનો પડકાર, ખુદ ટ્રમ્પ પણ પ્રચાર કરવા આવશે તો પણ દિલ્હીમાં ભાજપ જીતશે નહીં

By

Published : Feb 3, 2020, 8:25 PM IST

નવી દિલ્હીઃ આમ આદમીના સ્ટાર પ્રચારક અને સાંસદ ભગવંત માનસિંહે દિપક સિંઘલાના સમર્થનમાં વિશ્વાસ નગરમાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન ભગવંત માનસિંહે ગુરૂદ્વારા પર પ્રથના પણ કરી હતી.

ભગવંત માનસિંહેનો પડકાર, ખુદ ટ્રમ્પ પણ પ્રચાર કરવા આવશે તો પણ દિલ્હીમાં ભાજપ જીતશે નહીં
ભાજપ નફરતની રાજનીતિ કરી રહી છે

આ દરમિયાન ભગવંત માનસિંહે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં ઝેર ફેલાવી રહી છે.

નફરતની રાજનીતિ કરી રહી છે BJP

આમ આદમી પાર્ટી ખરા વિકાસના મુદ્દે ચૂંટણી લડી પહી છે. AAP સરકારના કાર્યો ચૂંટણી જીતવા માટે મેદાનમાં છે. AAP નિંદા, નફરત, ભાગલા, ટીકા અને ઝેર ફેલાવવાની રાજનીતિ કરતી નથી.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જનતાએ જંગી બહુમતીથી ચૂંટાયેલા મુખ્ય પ્રધાનને આતંકવાદી કહે છે. BJPના નેતાઓ ગોળીબાર કરવાનાં નારા લગાવડાવે છે. AAP સાંસદે કહ્યું કે, ભાજપની ધ્રુવીકરણની રાજનીતિમાં સફળ થશે નહીં.

ખુદ ટ્રમ્પ પણ પ્રચાર કરવા આવશે તો પણ દિલ્હીમાં ભાજપ જીતશે નહીં.

ભગવંત માનસિંહે વ્યંગ કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પ માટે ચૂંટણી પ્રચારમાં ગયા હતા. જો તેઓ ટ્રમ્પને પણ પ્રચાર કરવા બોલાવશે તો, પણ ભાજપ જીતી શકશે નહીં. આબકી બાર મોદી સરકાર નહી, અબકી બાર તડિપાર BJP.

આ રોડ શોમાં મોટી સંખ્યામાં AAP સમર્થકો જોડાયા હતા. તેમની સાથે સેલ્ફી લેવા લોકોમાં પડાપડી થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details