ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વાસ્તવિક અંકુશ રેખા પર ચોકીપહેરો - ચીની સૈનિકો વાસ્તવિક અંકુશ રેખા (LAC)ને પાર કરીને અંદરની તરફ આવી ગયા

હાલમાં સૌ કોઈની નજર ઉત્તર ભારતમાં લદ્દાખની સરહદે છે, જ્યાં ચીની સૈનિકો વાસ્તવિક અંકુશ રેખા (LAC)ને પાર કરીને અંદરની તરફ આવી ગયા છે. બંને દેશો સરહદના આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી નાખશે એવી આશા છે. જો કે, તાત્કાલિક ઉકેલ આવી જાય તેવું પણ લાગતું નથી. હાલમાં સરહદે શું સ્થિતિ છે તેના વિશે બહુ લખાયું છે, તેથી હું માત્ર LACના વ્યવસ્થાપના મુદ્દા પર વ્યાપક ચર્ચાઓ જ કરીશ.

ETV BHARAT
વાસ્તવિક અંકુશ રેખા પર ચોકીપહેરો

By

Published : Jun 9, 2020, 2:09 AM IST

ન્યૂઝ ડેસ્ક: હાલમાં સૌ કોઈની નજર ઉત્તર ભારતમાં લદ્દાખની સરહદે છે, જ્યાં ચીની સૈનિકો વાસ્તવિક અંકુશ રેખા (LAC)ને પાર કરીને અંદરની તરફ આવી ગયા છે. બંને દેશો સરહદના આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી નાખશે એવી આશા છે. જો કે, તાત્કાલિક ઉકેલ આવી જાય તેવું પણ લાગતું નથી. હાલમાં સરહદે શું સ્થિતિ છે તેના વિશે બહુ લખાયું છે, તેથી હું માત્ર LACના વ્યવસ્થાપના મુદ્દા પર વ્યાપક ચર્ચાઓ જ કરીશ.

2019ના વર્ષમાં ચીન તરફથી 663 વાર વાસ્તવિક અંકુશ રેખાના ભંગની ઘટના નોંધાય હતી. 2018માં 404 ચીનાઓએ સરહદનો ભંગ કર્યો હતો તેના કરતાં આ સંખ્યા ઘણી વધારે હતી. આપણે એ વાતનો સંતોષ પ્રગટ કરતાં હોઈએ છીએ કે 1975 પછી એક પણ વાર LAC પર ગોળીબારની ઘટના બની નથી, પરંતુ બંને પક્ષો તરફથી અંકુશ રેખા પર આક્રમક અભિગમ અપવાનાઈ રહ્યો છે, તેના કારણે અત્યાર સુધી જાળવવામાં આવેલો સંયમ તૂટી પણ જાય તેવું બને. તેથી હાલમાં અંકુશ રેખા પર કેવા પ્રકારની પ્રોસિજર અને પ્રોટોકોલ હોય છે તેને સમજી લેવા જરૂરી હોય છે, જેથી કોઈ પણ મુદ્દે ઘર્ષણમાંથી તણખા ઝરવાનું ના થાય.

કારગીલ રિવ્યૂ કમિટી બાદ પ્રધાનોની સમિતિ નિમવામાં આવી હતી, જેથી રાષ્ટ્રીય સુરક્ષા બાબતોની, સરહદની સુરક્ષાની વગેરે બાબતોની વિચારણા થઈ શકે. કમિટીના અહેવાલમાં જણાવાયું હતું કે:

"હાલમાં એકથી વધારે દળો એક જ સરહદની સંભાળ લેવાનું કામ કરે છે. તેના કારણે કમાન્ડ અને નિયંત્રણના મુદ્દા વારંવાર ઊભા થાય છે. એક જ સરહદ પર જુદા જુદા દળો હોય તેના કારણે કોની જવાબદારી તે નક્કી કરવું પણ મુશ્કેલ બનતું હોય છે. જવાબદારી નક્કી કરવા માટે ‘એક સરહદ એક દળ’ની નીતિ અપનાવવી જોઈએ.”

હાલમાં ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ (ITBP) અને ભૂમિદળ બંને LAC પર ગોઠવાયેલા છે. બંને સમાન રીતે પેટ્રોલિંગ, સર્વેલન્સ અને સરહદનો ભંગ થાય ત્યારે પગલાં લેવાની કામગીરી કરે છે. સરહદના વ્યવસ્થાપનની જવાબદારી ITBPની છે, પરંતુ કોઈ પણ ઘર્ષણ થાય ત્યારે ભારતીય ભૂમિદળે તેને પ્રતિસાદ આપવાનો હોય છે. ભૂતકાળમાં ડેસ્પાંગ, ચુમાર અને દોકલામમાં થયું હતું તે રીતે અને હાલમાં લદાખમાં થઈ રહ્યું છે તે રીતે ચીની ઘૂસણખોરી થાય ત્યારે ભૂમિદળે પ્રતિક્રિયા કરવાની હોય છે. LAC પર ચીની ઓફિસરો સાથે કોઈ પણ વાતચીત કરવાની હોય, સામાન્ય શુભેચ્છાઓની આપલે હોય કે સંકટ વચ્ચે સ્થિતિ સંભાળવાની હોય ત્યારે ભૂમિદળના ઓફિસરોએ તે જવાબદારી લેવાની હોય છે.

સરહદનું આંકન સ્પષ્ટ ના હોય અને તેની દેખરેખની જવાબદારી આ રીતે બે દળોની હોય તેનાથી સમસ્યા થાય છે. બે જુદા દળો, દરેક અલગ અલગ મંત્રાલયને જવાબદાર હોય, દરેકની ક્ષમતા અને તૈયારીઓ અલગ હોય તેના કારણે સ્રોતોની ફાળવણી અને જવાબદારી નક્કી કરવાની બાબતમાં મુશ્કેલી આવે છે.

વિવાદગ્રસ્ત સરહદની જવાબદારી સેનાની જ હોવી જોઈએ, કેમ કે તેની પાસે સંકુલ સ્થિતિને સંભાળવાની વધારે ક્ષમતા હોય છે. ITBPની કામગીરી સેનાના નિયંત્રણ નીચે મૂકાવી જોઈએ. પાકિસ્તાન સાથેની વાસ્તવિક અંકુશ રેખા પર આવી વ્યવસ્થા ગોઠવાયેલી જ છે, કે જ્યાં BSF કામગીરી કરે છે, પણ તે સેનાના નિયંત્રણમાં રહીને.

સરહદે વધારે ચોકસાઇ સાથે સર્વેલન્સની ગોઠવણ કરવી પણ જરૂરી છે. અહીં મુશ્કેલ પ્રદેશ અને આકરૂં હવામાન છે અને રસ્તા બનેલા હોતા નથી, ત્યારે નિયમિત સરહદ પર નજર રાખવી મુશ્કેલ બની જતી હોય છે. જાન્યુઆરી 2018 જાણવા મળ્યું હતું કે, ચીનાઓએ 1.25 કિલોમિટરીનો રસ્તો અરૂણાચલ પ્રદેશના ટુટિંગ વિસ્તારમાં LAC પર બનાવી દીધો હતો. આ વિસ્તાર અંતરિયાળ હોવાથી સ્થાનિક યુવાને જાણ કરી ત્યારે જ રસ્તો બની ગયાની આપણને જાણ થઈ હતી.

ઇલેક્ટ્રોનિક અને દૂરથી વિઝ્યુઅલ સર્વેલન્સ સરહદે ગોઠવવું જરૂરી છે. તે માટે લૉન્ગરેન્જ કેમેરા અને રેડિયો મોનિટરિંગ ગોઠવવું રહ્યું. તેની સાથે એરિયલ સર્વેલન્સ થતું રહેવું જોઈએ અને સેટેલાઇટની તસવીરોનો સતત અભ્યાસ થતો રહેવો જોઈએ. LACની નજીક કોઈ હલચલ દેખાય કે તરત તેનો પ્રતિસાદ આપવો જરૂરી છે. એક વાર ચીની સૈનિકો LAC વટાવીને અંદર આવી જાય તે પછી પેન્સોંગ ત્સોમાં થયું છે તે રીતે આપણા માટે મુશ્કેલ સ્થિતિ થઈ જશે.

આ સાથે જ ભારત અને ચીન વચ્ચે LACની સંભાળ કેવી રીતે લેવી તેનો પ્રોટોકોલ પણ નવેસરથી વિચારવાની જરૂર છે. ઘણા બધા કરોરો થયેલા છે તે બધામાં શસ્ત્રોનો ઉપયોગ નહિ કરવાની અને સંયમની સમજૂતિ કરાયેલી છે. તે કરારો સાવ નિષ્ફળ નથી ગયા, પણ તેના કારણે સ્થળ પર પ્રોટોકોલને ના પાળવાની એક ટેન્ડસી ઊભી થઈ છે. તેના કારણે સૈનિકો ઘણી વાર શોભે નહિ તેવો વ્યવહાર કરતા થયા છે.

આપણે વિવાદગ્રસ્ત ગણાતા વિસ્તારમાં પેટ્રોલિંગના નિયમો અંગે વિચારવું જોઈએ. બંને તરફથી પેટ્રોલિંગ બંધ અથવા સંયુક્ત પેટ્રોલિંગ વિશે વિચારવું જોઈએ. બધી જગ્યાએ સરહદ નક્કી કરવાનું મુશ્કેલ છે, પણ બંને સેના સામસામે ઓછી આવે તેવું થાય તો LAC પર શાંતિ જળવાઈ રહે. સાથે જ સૈનિકોના વર્તન વિશે પણ નિયમો નક્કી થવા જોઈએ.

ઉત્તરની સરહદે કોઈ પણ ઘર્ષણ ભારત અને ચીન બંને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જોકે માત્ર ઘર્ષણના ભયથી ચીન કંઈ LACના વ્યવસ્થાપનની આપણી ખામીનો લાભ લેવાનું ચૂકવાનું નથી. આપણે આ ખામીઓને નિવારવાની જરૂર છે.

-લેફ્ટ. જનરલ (નિવૃત્ત) ડી. એસ. હૂડા (2016ની સર્જિકલ સ્ટ્રાઇક સંભાળનારા ઓફિસર)

ABOUT THE AUTHOR

...view details