ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેંગલુરૂ હિંસા: CCBએ પોલીસ દ્વારા વપરાયેલી પિસ્તોલ જપ્ત કરી - Bangalore riots

કર્ણાટકમાં વાંધાજનક મેસેજ પર હિંસા ફાટી નીકળ્યા બાદ ડી.જે. હલ્લી અને કે.જી. હલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વધુ 84 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં કુલ 290 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ CCBની ટીમે પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ કબજે કરી છે.

બેંગલુરૂ હિંસા
બેંગલુરૂ હિંસા

By

Published : Aug 23, 2020, 4:42 PM IST

બેંગલુરૂ: કર્ણાટકમાં વાંધાજનક મેસેજ પર હિંસા ફાટી નીકળ્યા બાદ ડી.જે. હલ્લી અને કે.જી. હલ્લી પોલીસ સ્ટેશનમાં કુલ 9 ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાંથી 6 કેસ ડી.જે. હલ્લી સ્ટેશન અને ત્રણ કેસ કે.જી. હલ્લી પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે. દસ્તાવેજ કાર્યવાહી હાલ ચાલુ છે અને આ કેસમાં હજી વધારે ફરિયાદો દાખલ થવાની સંભાવના છે.

ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળની તપાસ કરી રહી છે. બીજી બાજુ CCBની ટીમ અપરાધી મુંજાલ પાશા સહિત અન્ય આરોપીઓના મોબાઇલ કોલ રેકોર્ડની તપાસ કરી રહી છે.

બેંગલુરૂમાં હિંસા દરમિયાન પોલિસ દ્વારા જે પિસ્તોલ ઉપયોગ કરવામાં આવી હતી તેણે CCB ( સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ ) દ્વારા જપ્ત કરવામાં આવી છે. પિસ્તોલનું નિરીક્ષણ CCB ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપાસ બાદ તેણે FSLને પરત મોકલી દેવામાં આવશે. માહીતી મુજબ 117 ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. ડી.જે. હલ્લી પોલીસે આ કેસમાં શનિવારે 4 લોકોની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details