ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉન દરમિયાન જપ્ત કરેલા વાહન પરત કરશે બેંગ્લુરુ પોલીસ - બેગ્લુરુ

બેંગ્લુરુ પોલીસે લોકડાઉન દરમિયાન જપ્ત કરેલા વાહનો પરત આપવાનો નિર્ણય કર્યો છે. બેંગ્લુરુ પોલીસે લોકડાઉનની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 47,600 વાહનો કબ્જે કર્યા છે.

બેગ્લુરુ
બેગ્લુરુ

By

Published : May 23, 2020, 8:02 AM IST

કર્ણાટક: જપ્ત કરેલા વાહનોના માલિકો માટે રાહતના સમાચાર છે. કારણ કે બેંગ્લુરુ પોલીસે લોકડાઉન દરમિયાન કબ્જે કરેલા વાહનોને પરત કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

લોકડાઉનની જાહેરાત બાદ અત્યાર સુધીમાં બેંગ્લુરુ પોલીસે 47,600 વાહનો કબ્જે કર્યા છે. આ વાહન માલિકો પાસ અથવા કારણ વગર રસ્તા પર ફરતા હતા. આ જપ્ત કરાયેલા વાહનોમાં કાર, ઓટોરિક્ષા અને ટુ-વ્હીલર્સનો સમાવેશ છે.

કર્ણાટક હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસે જપ્ત કરેલા વાહનો તેમના માલિકોને યોગ્ય દસ્તાવેજો રજૂ કર્યા બાદ પરત આપવાનો નિર્ણય કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, પહેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. બાદમાં જપ્ત કરેલા વાહનો પરત આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details