મુંબઇઃ બૉલિવુડ એક્ટર વિવેક ઑબેરોયના ઘરે બેંગલોર પોલીસે બપોરના સમયે દરોડા પાડ્યા હતા. વિવેક ઑબેરોયના સાળા આદિત્ય અલ્વાના મામલે પોલીસે રેડ કરી હતી. બેંગલોર પોલીસે સર્ચ વૉરંટ લઇને અભિનેતા વિવેક ઑબેરોયના જુહૂ સ્થિત ઘરે પહોંચી હતી.
બૉલિવુડ એક્ટર વિવેક ઑબેરોયના ઘર પર બેંગલોર પોલીસના દરોડા - વિવેક ઓબેરોય
બૉલિવુડ એક્ટર વિવેક ઑબેરોયના મુંબઇ સ્થિત ઘર પર બેંગલોર પોલીસે દરોડા પાડ્યા છે. બેંગલોર પોલીસના 2 અધિકારીઓએ બપોરના સમયે દરોડા પાડ્યા હતા.
એક પોલીસ અધિકારીએ દરોડા મામલેે જણાવ્યું કે, ‘આદિત્ય અલવા ફરાર છે. વિવેક ઑબેરોય તેમના સંબંધી છે. અમને જાણકારી મળી હતી કે, આદિત્ય તેમના ઘરમાં છુપાયો છે. તેની શોધખોળ માટે અમે તપાસ આદરી હતી. આ માટે કોર્ટમાંથી વૉરંટ ઇશ્યૂ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઇ અભિનેતાના ઘરે પહોંચી હતી.
આદિત્ય અલ્વાના બેંગલોર સ્થિત ઘરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, આદિત્ય કર્ણાટકના પૂર્વ પ્રધાન જીવરાજ અલ્વાના પુત્ર છે. તેમના પર કન્નડ ફિલ્મ ઇન્ટસ્ટ્રીમાં સિંગર્સ અને એક્ટર્સને કથિત રૂપે ડ્રગ સપ્લાય કરવાનો આરોપ છે.