બંગાળી ફિલ્મના પ્રખ્યાત અભિનેતા અને ભૂતપૂર્વ TMC સાંસદ તાપસ પાલનું અવસાન - tapas near me
મુંબઇ: બંગાળી ફિલ્મના જાણીતા અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ તાપસ પાલનું આજે (મંગળવારે) સવારે નિધન થયું છે. તે 61 વર્ષના હતા. તેમણે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.
![બંગાળી ફિલ્મના પ્રખ્યાત અભિનેતા અને ભૂતપૂર્વ TMC સાંસદ તાપસ પાલનું અવસાન tapas pal passed away](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6110100-1011-6110100-1581998012068.jpg)
તાપસ પોલનુ અવસાન
મુંબઇ: બંગાળી ફિલ્મના જાણીતા અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ તાપસ પાલનું આજે (મંગળવારે) સવારે નિધન થયું છે. તે 61 વર્ષના હતા. તેમણે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું હતું. સિનેમા અને રાજકારણની હસ્તીઓ તેમના મૃત્યુના સમાચારથી શોક વ્યક્ત કરી રહી છે.
- તાપસ પાલનો જન્મ 29 સપ્ટેમ્બર, 1958માં થયો
- 22 વર્ષની વયે કારકિર્દીની શરૂઆત કરી
- 2014ની લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠકથી જીતીને સંસદમાં પહોંચ્યાં
- ટીએમસીની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને તેઓ 2009થી 2019 સુધી કૃષ્ણનગરના સાંસદ હતાં
- પાલે ફિલ્મ જગતમાં ડેડર કીર્તી ફિલ્મથી પ્રવેશ કર્યો
- 80ના દાયકામાં સફળતાને સ્પર્શી હતી.
- ઘણી ફિલ્મો બેક-ટૂ-બેક સુપર હિટ હતી.
- 'સાહબ', 'પરબત પ્રિયા', 'ભલોબાસા ભલોબાસા', 'અમર બંધન', 'અનુરાગર ચોયાન' ઘણી ફિલ્મો સુપર હિટ રહી.
- 1981માં રિલીઝ થયેલી ફિલ્મ સાહબ માટે તેને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
- તાપસ પાલે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
- અબોધ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
- આ ફિલ્મમાં તેની વિરુદ્ધ માધુરી દીક્ષિત હતી.
- ફિલ્મ અને રાજકીય વિશ્વ ઉપરાંત, પાલ પણ વિવાદોમાં ખૂબ જ સામેલ હતા.
- ડિસેમ્બર 2016માં, રોઝ વેલી ચિટ ફંડ કૌભાંડમાં પણ સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી
- પાલને 13 મહિના પછી જામીન મળી ગયા હતા.