ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગણતંત્ર દિવસ પરેડઃ પશ્ચિમ બંગાળના પ્રદર્શનને મંજૂરી નહીં

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસે પરેડ માટે આવેલા 56 પ્રસ્તાવોમાંથી 22 પ્રસ્તાવો પસંદ કરાયા છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 16 અને કેન્દ્રીય મંત્રાલયોના 6 પ્રસ્તાવ છે. જે રાજ્યોના પ્રદર્શન માટે સશક્ત ન ગણાયા, તેમાં પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. રક્ષા મંત્રાલયે આ જાણકારી આપી છે.

bengal-tableau-rejected-for-republic-day-parade-defence-ministry
ગણતંત્ર દિવસ પરેડઃ પશ્ચિમ બંગાળના પ્રદર્શનને મંજૂરી નહીં

By

Published : Jan 2, 2020, 9:27 AM IST

રક્ષા મંત્રાલયે પશ્ચિમ બંગાળના પ્રદર્શનને મંજૂરી આપી નથી. આ નિર્ણય વિશેષજ્ઞોની સમિતિમાં લેવાયો છે. 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના પ્રસંગે દિલ્હીમાં અલગ-અલગ રાજ્યોના પ્રદર્શન કરાય છે.

મંત્રાલયના અનુસાર પ્રદર્શનના પ્રસ્તાવો વિશેષજ્ઞની સમિતિ પાસે 2 વાર મોકલાયા હતા. જેમાં પશ્ચિમ બંગાળ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ તે પ્રસ્તાવ નામંજૂર કરી દેવામાં આવ્યો હતો. સમિતિએ આ પ્રસ્તાવની બેઠક ફરી ન કરવાનો નિર્ણય લીધો છે. રક્ષા વિભાગને કેન્દ્રીય પ્રદેશોના પ્રદર્શનના 32 અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગમાંથી 24 પ્રસ્તાવ મળ્યા હતા. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 16 અને વિવિધ વિભાગના 6 પ્રસ્તાવને 2020ની ગણતંત્ર દિવસની પરેડ માટે મંજૂરી અપાઈ છે.

ABOUT THE AUTHOR

...view details