કોલકાતાઃ સ્વાસ્થય વિભાગના બુલેટિન અનુસાર, પશ્ચિમ બંગાળમાં શુક્રવારે વધુ સાત લોકોના કોરોના વાઇરસથી મોત થયા છે. જે રાજ્યામં આ બિમારીને કારણે મૃતકોની સંખ્યા 300ને પાર પહોંચી છે. જ્યારે 277 નવા કેસ સામે આવ્યા છે.
વધુમાં કુલ 302 લોકોના મોતમાંથી 72 લોકોના કોમોર્બિડિટીઝને કારણે થયા હતા અને આ કિસ્સાઓમાં નોવલ કોરોના વાઇરસ આકસ્મિક હતો તેમ કહી શકાય છે.
ગુરૂવારથી કોલકાતા અને તેના પાડોશી હાવડા જિલ્લામાંથી પ્રત્યેક બે લોકોના મોત નોંધાયા છે. બુલેટિનમાં જણાવ્યા અનુસાર, દક્ષિણ 24 પરગના, ઉત્તર 24 પરગના અને નાડિયા જિલ્લામાં પ્રત્યેક એકના મૃત્યુ નોંધાયા છે.
પશ્ચિમ બંગાળમાં કુલ 4,813 પુષ્ટિ થયેલા કોવિડ 19 કેસો છે, જેમાંના 2,736 સક્રિય છે.
ગુરૂવારે બપોર પછીથી રાજ્યમાં 9,282 નમુનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કુલ વધીને 1,85,051 પર પહોંચ્યો હતો, તેમ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે.