કલકત્તા : મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું, હું રાજ્યસભા માટે તૃણમૂલ તરફથી અર્પિતા ઘોષ, મૌસમ નૂર, દિનેશ ત્રિવેદી અને સુબ્રતો બખ્શીના નામ જાહેર કરતા હર્ષ અનુભવી રહી છું. મહિલા સશક્તિકરણની દિશામાં મારી તરફથી કરવામાં આવેલા પ્રયાસના ભાગ રૂપે મને ગર્વ છે કે અમારા ઉમેદવારોમાં અડધી મહિલાઓ છે.
આ પહેલા ક્યાસ લગાવાઇ રહ્યા હતા કે જેડીયૂથી હાંકી કાઢનાર નેતા પ્રશાંત કિશોર રાજકીય રુપે બિહારમાં સક્રિય બનવા માંગે છે પરંતુ તેઓ પોતાની સંસદીય રાજનીતિની શરૂઆત પશ્ચિમ બંગાળથી કરી શકે છે.
ક્યાસ લગાવાઇ રહ્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ પ્રશાંત કિશોરને રાજ્યસભામાં પોતાના ક્વોટાથી મોકલી શકે છે. પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની 5 બેઠકો ખાલી થઇ રહી છે. પ.બંગાળમાં આવતા મહીને યોજાનારી રાજ્યસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ચારેય નામોની જાહેરાત કરી દીધી છે. પાંચમી બેઠક પર ઉમેદવાર વિશે પાર્ટીએ હજુ સુધી કોઇ નિર્ણય નથી લીધો.
વિધાનસભામાં બેઠકોના વિતરણના હિસાબે રાજ્યસભાની ચારેય બેઠકો તૃણમૂલને મળશે પરંતુ પાંચમી બેઠક પર માકપા-કોંગ્રેસ અને તૃણમૂલ-કોંગ્રેસનો કોઇ ઉમેદવાર જીતશે. ખાલી થઇ રહેલી પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો પર હાલ જોગન ચૌધરી, મનીષ ગુપ્તા, અહમદ હસન ઇમરાન અને કે.ડી.સિંહ છે, આ ચારેય તૃણમૂલથી છે.
પાંચમી બેઠક પર ઋતબ્રત બેનર્જી છે. જે 2014માં માકપાના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. જોકે, પાર્ટીએ તેઓને 2017માં નીકાળી દીધા હતા.