કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે ગુરુવારે મુખ્યપ્રધાન મમતા બેનર્જીને સમય કાઢીને તેઓને મળવા વિનંતી કરી હતી. ધનખરે રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાના મુદ્દે મમતા બેનર્જી પાસે માહિતી માંગી છે.
રાજ્યપાલે ટ્વિટ કર્યું કે, "કાયદો અને વ્યવસ્થામાં બગડતા વ્યાપને ધ્યાનમાં રાખીને મે મુખ્યપ્રધાન મમતા બેનર્જીને વિનંતી કરી છે કે મને ટૂંકમાં માહિતી આપે." તેમણે રાજ્યમાં વિપક્ષી નેતાઓ પર થયેલા હુમલાની નિંદા કરી હતી અને પોલીસની ભૂમિકાની ટીકા કરી હતી.
ધનખડે કહ્યું હતું કે, રાજકીય કાર્યકરોઅને વિપક્ષી સાંસદો અને ધારાસભ્યોનો રાજકીય કાર્યકર્તાના રુપમાં કામ કરનારા પક્ષપાત પોલીસ દ્વારા સાર્વજનિક રુપથી શિકાર કરવામાં આવી રહ્યો છે. લોકશાહીમાં આની મંજૂરી આપી શકાતી નથી.
તેમણે કહ્યું, 'હું રાજ્યના રાજ્યપાલ તરીકે ખૂબ ચિંતિત છું. મેં મુખ્ય પ્રધાનને આગળ આવવા અને મારી સાથે બેઠક કરવા વિનંતી કરી. હું આશા રાખું છું કે તે તેને પ્રથમ અગ્રિમતા આપશે. '
રાજ્યપાલના ટ્વીટનો જવાબ આપતા તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તાપસ રોયે ધનખરનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે ભારતના અન્ય છ રાજ્યો ટીડલાઓના ટોળાઓના હુમલાનો સામનો કરી રહ્યા છે ત્યારે અમે રાજ્યના રાજ્યપાલ સાથે ટકરાવ કરી રહ્યા છીએ.
તાપસ રોયે કહ્યું કે મુખ્યપ્રધાનની પ્રથમ પ્રાધાન્યતા કોવિડ -19 ના નિવારણ માટે યોગ્ય મેનેજમેન્ટ અને લોકોના જીવ બચાવવા છે. ધનખર દ્વારા મમતા સરકાર પર ઉઠાવવામાં આવતા પ્રશ્નો અંગે તેમણે કહ્યું કે, 'તેઓ દરરોજ પ્રેસ કરીને રાજ્ય સરકારની ભૂમિકા પર હુમલો કરી રહ્યા છે.'