ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશી ગાય ગૌમાતા નહીં, ભારતીય ગાયના દુધમાં સોનું હોય છે: બંગાળ ભાજપ પ્રમુખ - પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ દિપીપ ઘોષે પોતાનું નિવેદન

કોલકાતા: પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિપીપ ઘોષે પોતાનું નિવેદન આપી વિવાદ ર્સજયો છે. તેમણે કહ્યું કે જે બુદ્ધિજીવી લોકો બીફ ખાય છે તથા ગાયનું અપમાન કરે છે તેમણે શ્વાનનું પણ માંસ ખાવું જોઇએ.

file photo

By

Published : Nov 6, 2019, 9:53 AM IST

પશ્ચિમ બંગાળના ભાજપના પ્રમુખ દિલિપ ઘોષે નિવેદન આપ્યું હતું કે જે વિદેશમાં ગાય છે તે આપણી માતા નથી પણ આંટી છે. આ સાથે જ તેમણે ગાયનું ઘી પીળુ કેમ હોય છે તે અંગે પણ વિચિત્ર પ્રકારના દાવા કર્યા હતા. તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા પર લોકોએ ભારે મજાક ઉડાવી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે કોઇ પણ પ્રકારનો માંસ હોય તે ઘરે ખાવો જોઇએ રસ્તામાં નહી. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું કે,ગાયના દુધમાં સોનું હોય છે.તેમણે કહ્યું કે જે લોકો ગાયનું માસ ખાય છે તેઓએ સ્વસથ રહેવા માટે શ્વાનનું પણ માંસ ખાવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે જેમને જે માસ ખાવું હોય તે ખાય પણ ગાયનું માસ ખાનારાની સાથે એ જ વ્યવહાર કરાશે જે થવો જોઇએ.

નોંધનીય છે કે દિલિપ ઘોષે કહ્યું હતું કે ગાય આપણી માતા છે પણ વિદેશી ગાય આપણી આંટી છે, ભારતીય ગાયની પૂજા થવી જોઇએ, જોકે વિદેશી ગાયો આપણી આંટી હોવાથી તેની પૂજા ન કરવી જોઇએ. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે ગાયના દુધમાં સોનું હોય છે તેથી તે પીળા રંગનું હોય છે. તેમના આ દાવાઓ પર સોશિયલ મીડિયા પર ભારે મજાક પણ ઉડી હતી.

ABOUT THE AUTHOR

...view details