કોલકત્તા : કોરોના વાઇરસની મહામારીને લઇ દેશ લોકડાઉનના ત્રીજા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. જેમાં દુકાનો સહિતની સેવાઓને ચાલુ કરવામાં આવી છે. આ સમગ્ર વચ્ચે પણ પશ્ચિમ બંગાળમાં દુકાનો બંધ હાલતમાં છે. રાજ્યની મમતા સરકાર કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડેલા આદેશોને અનદેખા કરી રહી છે. જણાવી દઇએ કે રાજ્યને અત્યાર સુધીમાં કોઇ પણ ઝોનમાં વહેંચવામાં આવ્યું નથી.
બંગાળ સરકારે કેન્દ્રના આદેશને અનદેખો કર્યો, રાજ્યમાં દુકાનો ખુલી નહીં - કોરોના વાઇરસ
દેશમાં લોકડાઉન ત્રણ શરૂ થયુ છે. કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ઉણુ ઉતર્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડેલા આદેશ અનુસાર આજે દેશમાં નક્કી કરેલા વિસ્તારમાં દુકાન ઉપરાંત સેવાઓ ચાલુ કરવામાં આવી છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં ઝોનને લઇ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના પગલે વિસ્તારની દુકાનો બંધ છે.
![બંગાળ સરકારે કેન્દ્રના આદેશને અનદેખો કર્યો, રાજ્યમાં દુકાનો ખુલી નહીં બંગાળ સરકારે કેન્દ્રના આદેશને અનદેખો કર્યો, રાજ્યમાં નહી ખુલી દુકાનો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7054980-677-7054980-1588586995914.jpg)
બંગાળ સરકારે કેન્દ્રના આદેશને અનદેખો કર્યો, રાજ્યમાં નહી ખુલી દુકાનો
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં જીવન જરૂરિયાતની દુકાનો સિવાય કોઇ પણ દુકાનોને ખોલવામાં આવી નથી. આ ઉપરાંત રોડ રસ્તાઓ પણ બંધ છે.