રાજય સરકારના સુત્રો મુજબ, મમતા બેનર્જી આજે બેઠક કરવા પર સંમત થયા છે. આ બેઠકમાં પ્રત્યેક મેડિકલ કોલેજના બે પ્રતિનિધિઓને બોલાવવામા આવ્યા છે. જણાવી દઈએ કે, મમતા બેનર્જીએ પ્રદર્શનકારીઓને બંધ બારણે બેઠક કરવા આમંત્રણ આપ્યું હતુ, પરંતુ તેઓએ આ વાતને નકારી કાઢી હતી.
આજે પ્રદર્શનકારી ડોક્ટર્સ અને CM મમતા બેનર્જી વચ્ચે થઇ શકે છે બેઠક - gujaratinews
કોલકાતા: પશ્વિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટર્સે સમાધાન કરવા માટે CM મમતા બેનર્જી સાથે બેઠક કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, તેઓએ આ બેઠક મીડિયાકર્મી સાથે તેમજ સમગ્ર વાતનું રેકોર્ડીગ થાય તે વાત પર ભાર મુક્યો હતો. જાણવામાં આવી રહ્યું છે કે, મમતા બેનર્જી સોમવારે રાજ્ય સચિવાલયની બાજુમાં સ્થિત એક સભાગૃહમાં બેઠક યોજવા સંમત થયા છે.
બોર્ડ ઓફ ડિરેક્ટરની દોઢ કલાક લાંબી બેઠક બાદ સંયુક્ત ડોક્ટરોના સંયુક્ત મોરચાના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, 'અમે આ ગતિરોધને દૂર કરવા ઈચ્છુક છીએ.' અમે CM ની પસંદગીના સ્થળે તેમને મળવા માટે તૈયાર છીએ પરંતુ બેઠક બંધ બારણે હોવી જોઈએ નહીં, પરંતુ મીડિયાના હાજરીમાં હોવી જોઈએ. '
પ્રવક્તાએ કહ્યું કે, રાજ્યના પ્રત્યેક મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલના પ્રતિનિધિઓ બેઠકમાં સામેલ થઈ શકે તે માટે બેઠક સ્થળ પર પર્યાપ્ત જગ્યા હોવી જોઈએ. આની પહેલા પ્રદર્શનકારીઓએ એ વાતને જોર આપ્યું હતું કે, CM મમતા બેનર્જી NRS મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ આવે. તેઓએ કહ્યું કે, આમ જનતાના હિત માટે અમે પણ જલ્દીથી જલ્દી ડ્યૂટી પર પરત ફરવા માગીએ છિએ જો કે અમારી બધી માંગણીઓ પર્યાપ્ત તેમજ તર્કસંગત ચર્ચા દ્વારા પૂર્ણ કરવામાં આવે.