ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ: જાણો શું છે ભારતનું વલણ - international News

હૈદરાબાદઃ ભારતે ચીનના 'બેલ્ટ એન્ડ રોડ શૉ ઈનિશિએટિવ' સંમેલનનો સતત બીજી વખત બહિષ્કાર કર્યો છે. ભારતનું આ વલણ હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે તેથી નીતિ નિષ્ણાંતોનો વિભાગ નિરાશ છે. બીજી તરફ એક વિશેષજ્ઞોનો વર્ગ તેવો પણ છે, જે ચીનના કોઈ પણ વલણને યોગ્ય માનતા નથી.

બેલ્ટ અને રોડ પહેલ

By

Published : Apr 28, 2019, 12:48 PM IST

Updated : Apr 30, 2019, 11:52 AM IST

પ્રો-બીઆરઆઈના વકીલોનું કહેવું છે કે, BRI એશિયા, યુરોપ, આફ્રિકા અને લેટિન અમેરિકાના વ્યાપાર જોડાણમાં સુધારો કરી વ્યાપાર અને રોકાણની સંભાવનાઓને વધારવા માગે છે. તેથી ભારતે વૈશ્વિક સ્તરના આ પ્રોજેક્ટમાં સામેલ થઈ લાભ મેળવવો જોઈએ. તો બીજી તરફ તેવો વિભાગ પણ છે, જે BRIને છેતરપિંડી ગણાવે છે. તેમનું માનવું છે કે, BRI નાના અને ગરીબ દેશોને તેમના ઋણની જાળમાં ફસાવીને તેમના ખંડોમાં રાજકારણને નિયંત્રિત કરવા માંગે છે. કેટલાક લોકો આ પગલાને એક ષડયંત્ર ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર જે BRIનો એક ભાગ છે અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર વિસ્તારમાંથી પસાર થાય છે, જે દેશના સાર્વભૌમ હિતોની વિરુદ્ધ છે.

આ વાતમાં શંકાને સ્થાન નથી કે, ચીન વૈશ્વિક રાજકીય મંચ પર પશ્વિમી પ્રભુત્વની સમાંતર શક્તિ કેન્દ્રના રુપમાં ઊભર્યો છે. એ સત્ય છે કે, BRI સંમેલનમાં 100થી વધારે દેશોના પ્રતિનિધી સામેલ થયા છે, જે ચીનની તાકાતને દર્શાવે છે. સાથે જ બાદીના દેશોને ચીન સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે.

ચીન જે દેશોને ઉધાર આપી રહ્યો છે, તેમાંથી વધારે પડતું દેવું પ્રોફાઈલ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરુપ નથી. ઉદાહરણ તરીકે, 2018માં જાહેર કરેલ પેકિંગ યુનિવર્સિટીના રીપોર્ટમાં પાકિસ્તાનને નાણાકીય વિનિયમનની ગુણવત્તા અને વ્યવસાયના ખુલ્લાપણાની સામે 94 BRI દેશોની સૂચિમાં $ 60 બિલિયન ડોલરનું BRI ઋણ મળ્યું હતું, જે ખૂબ જ ઓછું છે.

ચીન પટ્ટા માટે પોતાના નામ પર ડિફૉલ્ટ રાષ્ટ્રોની મિલકત મેળવી શકશે નહી. તે પણ એક હકીકત છે કે, ભૌગોલિક રાજકીય અને વ્યૂહાત્મક વાસ્તવિકતાઓ એક દેશથી બીજા દેશમાં અલગ હોય છે. ચીન દ્વારા કરવામાં આવેલ પ્રયાસ માત્ર ડ્રેગનના એક વૈશ્વિક સુપર પાવર બનવાના સ્વપ્નને નષ્ટ કરી દેશે.

ત્યારબાદ માત્ર એક જ વિકલ્પ છે કે, તેઓ પોતાના રોકાણ પર ઓછા વળતરની અપેક્ષા રાખે. આ પ્રકારે ચીન જે યોજના પર એક ટ્રિલિયન ડૉલર ખર્ચવાની યોજના ધરાવે છે, તે પોતાને દેવાની જાળમાં ફસાવે છે તેવું લાગે છે, નહી કે અન્ય દેશો. તેથી જ ચીન પ્રીમિયર વિશ્વને પોતાની આ પહેલમાં ભાગીદાર બનવાની વિનંતી કરે છે. ચીનનું લક્ષ્ય માત્ર પોતાના જોખમને ઘટાડવાનું છે. તેથી જ ચીન તે જ કરી રહ્યુ છે, જે તેને શ્રેષ્ઠ લાગી રહ્યું છે અને ભારતે પણ BRIના સભ્યપદનો અસ્વીકાર કરીને તેવું જ કર્યુ છે.

Last Updated : Apr 30, 2019, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details