અયોધ્યા: 9 નવેમ્બર 2019ના રોજ અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી, વહીવટી તંત્રએ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, રામ જન્મભૂમિ પરિસર અને અધિગ્રહિત પરિસર સહિત સમગ્ર 70 એકરની માલિકી, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપી હતી. ત્યારબાદથી, રામલલાના ગર્ભગૃહની 2.77 એકર જમીન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસે હતી.
મંદિર નિર્માણ પહેલા ભગવાન તેમના જન્મસ્થળના બન્યા અધિકારી, ટ્રસ્ટે રામલલાને સોંપી ગર્ભગૃહની જમીન - Ram mandir construction in ayodhya
રામ મંદિર ભૂમિ પૂજન પહેલા, 2.77 એકર જમીન રામલલા વિરાજમાનને સોંપવામાં આવી છે. ભગવાન હવે કાયદેસર રીતે તેમના જન્મસ્થળના અધિકારી બન્યા છે. આપને જણાવી દઈએ કે, રામલલા સ્વંય અયોધ્યા વિવાદમાં તેમના જન્મસ્થળ માટે લડ્યા હતા. તે સ્વંય રામલલા વિરાજમાનના નામથી અદાલતમાં પક્ષકાર બન્યા હતા.

મંદિર નિર્માણ પહેલા ભગવાન તેમના જન્મસ્થળના બન્યા અધિકારી, ટ્રસ્ટે રામલલાને સોંપી ગર્ભગૃહની જમીન
મંદિર નિર્માણની શરૂઆત પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેમને રામલલાના જન્મ સ્થળની જમીન આપી દીધી છે. હવે રામલલા તેમન ગર્ભગૃહના 2.77 પરિસરના કાયદેસર રીતે હકદાર થઈ ગયા છે.