ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બજેટ પહેલા નાણાપ્રધાને હલવો વહેંચ્યો, શું છે હલવાનો રિવાજ જાણો… - Ahmedabad

નવી દિલ્હીઃ દેશના પહેલા પૂર્ણકાલીન મહિલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 5 જુલાઈએ બજેટ રજૂ કરશે. જેના માટે બજેટ દસ્તાવેજોનું પ્રકાશન શુકવારથી શરૂ થયું છે. પ્રકાશન પ્રારંભ થાય તેના પહેલા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાણા મંત્રાલયમાં હલવા વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુર સમારોહમાં સામેલ થયા હતા. તેમજ તેમની સાથે અંદાજે 100 કર્મચારીઓ બજેટ રજૂ થાય ત્યાં સુધી નોર્થ બ્લોકની બહાર નીકળી નહીં શકે.

finance minister

By

Published : Jun 22, 2019, 7:50 PM IST

દર વર્ષે બજેટને અંતિમ રૂપ આપ્યા પછીના કેટલાક દિવસો પહેલા નોર્થ બ્લોકમાં નાણા મંત્રાલયની ઓફિસમાં એક મોટી કઢાઈમાં હલવો બનાવવામાં આવે છે. નાણાપ્રધાન પોતે કાર્યક્રમમાં ભાગ લે છે, હલવો બનાવવાનો રિવાજ વર્ષોથી ચાલતો આવે છે. તેની પાછળનું કારણ એવું છે કે, હલવો બનાવવો તે શુભ મનાય છે અને શુભ કામની શરૂઆત મીઠું ખાઈને કરવામાં આવે છે.

મીઠું મોં કરાવતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

બજેટના તમામ ડોક્યુમેન્ટ પસંદગીના અધિકારીઓ તૈયાર કરે છે. આ પ્રક્રિયામાં ઉપયોગ થનારા કોમ્પ્યુટરોને બીજા કોમ્પ્યુટરોની સાથે બીજા નેટવર્કથી ડીલિંક કરવામાં આવે છે. બજેટ પર કામ કરી રહેલા લગભગ 100 લોકોનો સ્ટાફ અંદાજે 2થી 3 સપ્તાહ સુધી નોર્થ બ્લોકની ઓફિસમાં રહે છે. એટલા દિવસ સુધી તેઓને બહાર નીકળવાની મંજૂરી મળતી નથી.

મીઠું મોં કરાવતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

નોર્થ બ્લોકમાં બેઝમેન્ટ સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં બજેટ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ લગભગ લોક કરી દેવામાં આવે છે. બજેટનું પ્રિન્ટિંગનું કામ પણ અહીંયા જ થાય છે. બજેટને સીક્રેટ રાખવા પાછળનો મકસદ એ છે કે, તેને લીક થતા બચાવવું. સંસદમાં બજેટ રજૂ થયા પછી અધિકારીઓ બહાર આવી શકશે.

મીઠું મોં કરાવતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

ABOUT THE AUTHOR

...view details