શૈલેન્દ્ર કુમારે જાહેરાત કરતા કહ્યું હતું કે, ચૂંટણી અંગેનું નોટિફિકેશન 1 ઓક્ટોબરે જાહેર થશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર છે. 10 ઓક્ટોબરે દસ્તાવેજોની ચકાસણી કરાશે જ્યારે 11 ઓક્ટોબરે ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પાછુ ખેંચી શકશે.
જમ્મુ-કાશ્મીરમાં 24 ઓક્ટોબરે યોજાશે BDCની ચૂંટણી - બ્લૉક ડેવલપમેન્ટ કાંઉન્સિલ ચૂંટણી
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે રવિવારે BDC ચૂંટણીઓની જાહેરાત કરી હતી. રાજ્યમાં 24 ઓક્ટોબરે બ્લૉક ડેવલપમેન્ટ કાંઉન્સિલ માટે મતદાન થશે.
જમ્મુ-કાશ્મીરમાં 24 ઓક્ટોબરે યોજાશે BDCની ચૂંટણી
શૈલેન્દ્ર કુમારે મીડિયાને માહિતી આપી હતી કે, કુલગામ અને શ્રીનગરમાં ચૂંટણીઓ નહીં થાય. જે ચાર બેઠકો મહિલાઓ માટે અનામત રખાય છે. તેની ઉપર જ ચૂંટણીઓ યોજાશે. આ બેઠકો અનુસુચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે રીર્ઝવ રખાય છે.
ચૂંટણીઓ માટે દરેક બ્લૉકમાં પોલીંગ બુથ બનાવાશે. આ ચૂંટણીમાં બેલેટ બોક્સનો ઉપયોગ થશે. બે બ્લૉક માટે નોડલ ઓફિસરની નિમણૂંક થશે. જે ચૂંટણીની કામગીરી ઉપર નજર રાખશે. આ ઉપરાંત દરેક કાર્યક્રમની વીડિયોગ્રાફી કરાશે.
Last Updated : Sep 30, 2019, 7:59 AM IST