નવી દિલ્હીઃ કોવિડ-19ના કારણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશના વકીલોને કોટ અને ગાઉન વગર કોર્ટમાં આવવાની સૂચના આપી છે. આ નિર્ણય કોરોનાના વધતા પ્રકોપને લઈને લેવામાં આવ્યો છે.
બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયાએ દેશના વકીલોને ડ્રેસ કોડમાં આપી છૂટ - બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
કોવિડ-19ના કારણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશના વકીલોને કોટ અને ગાઉન વગર કોર્ટમાં આવવાની સૂચના આપી છે. આ નિર્ણય કોરોનાના વધતા પ્રકોપને લઈને લેવામાં આવ્યો છે.
![બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયાએ દેશના વકીલોને ડ્રેસ કોડમાં આપી છૂટ bar-council-of-india-gave-a-waiver-to-dress-codes-to-lawyers-from-all-over-the-country](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7202336-384-7202336-1589479894752.jpg)
કોરોનાને ધ્યાનમાં રાખીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(બીસીઆઈ)એ દેશભરના વકીલોને કોટ અને ગાઉન વિના કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. બીસીઆઈ સચિવ મિન્ટો સેનની સહીથી જાહેર કરવામાં આવેલા વહીવટી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના સંકટને કારણે આ નિર્ણય સાવચેતી તરીકે લેવામાં આવ્યો છે. બીસીઆઈ એ દેશભરના વકીલોની નિયમનકારી સંસ્થા છે.
13 મેના રોજ સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશો અને વકીલોના ડ્રેસ કોડમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ કહ્યું હતું કે, તેમના મંતવ્ય મુજબ, જેકેટ્સ, ગાઉન હમણાં પહેરવા ન જોઈએ કારણ કે તેઓ સંક્રમણનું જોખમ વધારે છે.