ગાઝિયાબાદ: બાર એસોસિયેશન ગાઝિયાબાદના સચિવ વિજય ગૌડે જણાવ્યું હતું કે બાર એસોસિયેશન ની તાત્કાલિક મિટીંગ બોલાવવામાં આવી હતી જેમાં વિજયનગર વિસ્તારમાં પત્રકાર પર થયેલા હુમલામાં તેમનું આકસ્મિક નિધન થતા ભારે શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
ગાઝિયાબાદમાં પત્રકારની હત્યા અંગે બાર એસોસિયેશન દ્વારા આરોપીઓની જામીનનો વિરોધ, મફતમાં કેસ લડશે - હત્યાના આરોપીઓની જામીનનો વિરોધ
ગાઝિયાબાદ ના વિજયનગર માં રહેતા પત્રકાર પર ગત સોમવારે કેટલાક બદમાશોએ હુમલો કરતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. આ પરિસ્થિતિમાં ગાઝિયાબાદ બાર એસોસિયેશન ના વકીલો દ્વારા આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે અને પત્રકારના પરિજનોને મફતમાં કેસ લડવાની સહાય કરી છે.
ગાઝિયાબાદમાં પત્રકારની હત્યા અંગે બાર એસોસિયેશન દ્વારા આરોપીઓની જામીનનો વિરોધ, મફતમાં કેસ લડશે
બાર એસોસિયેશન દ્વારા આ સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવે છે તેમજ આરોપીઓને ઝડપી સજા થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ સાથે જ પત્રકારના પરિજનોને મદદરૂપ થવા તેમનો કેસ નિ:શુલ્ક લડવામાં આવશે.
પત્રકારના ઘરમાં તેની પત્ની તથા બે દીકરીઓ છે જેઓ તેના અવસાનના પગલે નિરાધાર થઇ ગયા છે. ગાઝિયાબાદ પોલીસે આ મામલે 9 આરોપીઓની ધરપકડ કરી હતી તેમજ કાર્યવાહીમાં બેદરકારી દાખવનાર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.