હૈદરાબાદ :લોકસભાએ સંસદના ચોમાસુ સત્રમાં બૅન્કિંગ નિયમન (સુધારો) ખરડો પસાર કર્યો. આ ખરડો રિઝર્વ બૅન્કને એક બૅન્કનું પ્રબંધન નિયંત્રણ તેની પુનર્રચના અથવા બીજી કોઈ બૅન્ક સાથે વિલીનીકરણ માટે કરવા દેશે જે માટે બૅન્કમાંથી ઉપાડ પર પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા નહીં પડે. સુધારાથી રિઝર્વ બૅન્ક યસ બૅન્ક જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ટાળી શકશે તેમ ઇટીવી ભારતના ડેપ્યુટી ન્યૂઝ એડિટર ક્રિષ્નાનંદ ત્રિપાઠી લખે છે.
નવી દિલ્હી: લોકસભામાં બુધવારે પસાર કરાયેલા બૅન્કિંગ નિયમન ખરડાથી રિઝર્વ બૅન્ક એક બૅન્કનું પ્રબંધન નિયંત્રણ તેની પુનર્રચના અથવા બીજી કોઈ બૅન્ક સાથે વિલીનીકરણ માટે કરવા દેશે જે માટે બૅન્કમાંથી ઉપાડ પર પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા નહીં પડે.
લોકસભામાં બુધવારે જે ફેરફારોને અનુમતિ અપાઈ તેનાથી આરબીઆઈ મુશ્કેલીમાં મૂકાયેલી બૅન્કના બૉર્ડને દૂર કરી શકશે અને તે માટે ઉપાડ પર પ્રતિબંધ કે વિલંબકાળ લગાવવાની જરૂર નહીં પડે જે બૅન્કિંગ નિયમન અધિનિયમ ૧૯૪૯ની કલમ ૪૫માં ગંભીર ખામી હતી.
મુશ્કેલીમાં મૂકાયેલી કોઈ બૅન્કના વિલીનીકરણ અથવા પુનર્રચના પહેલાં પૂર્વ શરત તરીકે લેવડદેવડ પર પ્રતિબંધ અથવા વિલંબકાળ લગાવવો આરબીઆઈ માટે ફરજિયાત હતો પરંતુ તેનાથી બૅન્કિંગ પ્રણાલિમાં થાપણદારોનો વિશ્વાસ તૂટતો જતો હતો. સુધારાથી રિઝર્વ બૅન્ક યસ બૅન્ક જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ટાળી શકશે. ચર્ચિત વેપારી રાણા કપૂર દ્વારા ભંડોળ અપાયેલ યસ બૅન્કના બૉર્ડને હટાવવાના આરબીઆઈના નિર્ણયથી બૅન્કિંગ ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
"ઉપાડ પર પ્રતિબંધ અથવા વિલંબકાળનો આદેશ કરવાની આવશ્યકતા વગર બૅન્કિંગ કંપનીની પુનર્રચના અથવા વિલીનીકરણ માટે યોજના તૈયાર કરવા આરબીઆઈને છૂટ આપીને ધીરધાર પ્રણાલિમાં સંભવિત અંતરાયો આવતા હતા તેને હલ કરવા કલમ ૪૫માં સુધારો" તેમ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ખરડામાં કહ્યું હતું.