પગારમાં 15 ટકાથી વધુ વધારો કરવામાં આવે તેવી ઉગ્ર માગ દેશભરના બેન્ક કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે. જે અંતર્ગત બેન્કોએ બે દિવસીય હડતાળની જાહેરાત કરી છે.
9 ટ્રેડ યૂનિયનોનું પ્રતિનિધિત્વ કરનારૂં યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ(UFBU)એ કહ્યું કે, બેન્ક કર્મચારી 11-13 માર્ચના રોજ પણ 3 દિવસીય હડતાળ કરશે.
UFBUના રાજ્ય કન્વીનર સિદ્ધાર્થ ખાને કહ્યું કે, 1 એપ્રિલથી અનિશ્ચિતકાલીન હડતાલ પર ઉતરવાનો નિર્યણ કર્યો છે.
UFBUએ પગારમાં ઓછામાં ઓછા 15 ટકાનો વધારો કરવામી માગ છે, પરંતું IBAએ 12.25 ટકા સુધી વધારવાની સીમારેખા નક્કી કરી છે. સિદ્ધાર્થ ખાને કહ્યું કે, આ અમને સ્વીકાર્ય નથી.
પગાર સંશોધન માટેની છેલ્લી બેઠક 13 જાન્યુઆરીએ થઈ હતી.