નવી દિલ્હી : સામાન્ય રીતે લોકો બેંકને લગતા કામો પુરા કરવા માટે વિક એન્ડની રાહ જોતા હોય છે, જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો આ વિક એન્ડ પર તમારુ આયોજન બદલી નાખો જો, કેમ કે તમારા બેંકિંગ સાથે સંકળાયેલા કામો પતાવવા આ વખતે શક્ય નથી.
શુક્રવાર (31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી)ના દિવસે બેંકની હડતાલ છે. આ જ કારણ છે કે બેંકોનું કામકાજ ઠપ રહેશે, તે ઉપરાંત 2 ફેબ્રુઆરી એટલે કે રવિવારે અઠવાડિક રજા હોવાથી બેંક બંધ રહેશે, તેવામાં સતત 3 દિવસ બેંક બંધ રહેવાથી તમને મુશ્કેલી થઇ શકે છે.
ભારતીય સ્ટેટ બેંક સહિત વિભિન્ન બેંકોએ પોતાના ગ્રાહકોને સૂચના આપી દીધી છે. સરકારી બેંકોની હડતાળ એવા સમય થઇ છે કે, જ્યારે શુક્રવારથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. શનિવારના રોજ નાણા વર્ષ 2020-21નો બજેટ જાહેર કરવામાં આવશે.
ઓલ ઇન્ડીયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશનના અધ્યક્ષના કહેવા મુજબ બેંક કર્મચારીઓના વિવિધ સંગઠનોની મુખ્ય માંગણી પગાર વધારાની છે. આ મામલો નવેમ્બર 2017થી પડતર છે. ઉપરાંત કામનો સમય નક્કી કરવો, પારિવારિક પેન્સન વગેરે માંગણી સાથે કર્મચારીઓ હડતાળ પર ઉતરશે, આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હડતાલમાં 10 લાખ બેંક કર્મચારી અને 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી એમ બે દિવસ હડતાળ રહેશે.