સાર્વજનિક ક્ષેત્રની બેંકોના વિલિનીકરણ અને બેંકમાં જમા રકમ પર વ્યાજ દરમાં ઘટાડાના વિરોધમાં આજે બેંકો કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓ હડતાળ પર છે. કર્મચારીઓની પડતર માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મહાગુજરાત બેંક એમ્પલોય્ઝ એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાય સમયથી સરકાર સમક્ષ તેમની માંગણીઓ મૂકવામાં આવી છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમને ઓગસ્ટ મહિનામાં 10 સરકારી બેન્કોના મર્જર પ્લાનની જાહેરાત કરી હતી. જે બાદ દેશમાં સરકારી બેન્કોની સંખ્યા 27થી ઘટીને 12 થઈ જશે.