મુંબઈઃ નાગરિકતા સંશોધન કાયદા 2019 (CAA) વિરૂદ્ધ દેશભરમાં વિરોધ કઈ રહ્યો છે, ત્યારે કેટલાંક એવા પણ પક્ષ છે. જે આ કાયદાનું સમર્થન કરી રહ્યાં છે. જેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો સમાવેશ થાય છે. હાલમાં જ MNS પાર્ટીએ CAAના સમર્થનની વાત કરી હતી અને રાજ ઠાકરેએ સમર્થનની વાત એક જનસભાનું એલાન કર્યુ હતું.
મહારાષ્ટ્રમાં લાગ્યાં ધમકીભર્યા પોસ્ટર, લખાયું- 'બાંગ્લાદેશીઓ દેશ છોડો' - Maharashtra News
મહારાષ્ટ્રના પનવલેમાં ધમકીભર્યા પોસ્ટર જોવા મળી રહ્યાં છે. જેની પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરે અને તેમના દીકરા અમિતની તસવીર જોવા મળી રહી છે.
![મહારાષ્ટ્રમાં લાગ્યાં ધમકીભર્યા પોસ્ટર, લખાયું- 'બાંગ્લાદેશીઓ દેશ છોડો' MNS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5950092-thumbnail-3x2-mnsposter.jpg)
MNS
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સુપ્રીમો રાજ ઠાકરે અને તેમના દીકરા અમિતની તસવીર એક ધમકીભર્યા પોસ્ટ પર જોવા મળી રહી છે. રાયગઢ જિલ્લામાં પનવેલમાં લખ્યું છે કે, "બાંગ્લાદેશીઓ દેશ છોડો, નહીં તો તમને MNSની રીતથી બહાર ધકેલી દેવામાં આવશે." આ પોસ્ટરોમાં MNSના નેતા અમિત ઠાકરેની તસવીર જોવા મળી રહી છે. નોંધનીય છે કે, અમિત ઠાકરેએ હાલમાં જ સક્રિય રાજકારણની શરૂઆત કરી છે.