દેશમાં CAA લાગુ થયા બાદ રાજધાની દિલ્હીમાં સતત વિરોધ પ્રદર્શનનો થઇ રહ્યાં છે. સીમાપુરી વિસ્તારમાં CAAનો 20 ડિસેમ્બરથી વિરોધ થઇ રહ્યો છે. પ્રદર્શનકારીઓની ભીડે હિંસા કરતા પોલીસ પર પત્થરરમારો કર્યો હતો. જે બાદ સીમાપુરી વિસ્તારમા FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નરના આદેશ બાદ SIT તપાસ કરી રહી છે.
CAA હિંસા: SITની તપાસમાં ખુલાસોમાં, હિસામાં 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ - દિલ્હીમાં હિંસા
નવી દિલ્હી: દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં 20 ડિસેમ્બરે થયેલી હિંસાના મામલામાં 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ હતા. હિંસાની તપાસ કરી રહેલી SIT ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, 15 બાંગ્લાદેશીઓ સામેલ છે. SIT વધુ તપાસ કરી રહી છે કે, આ ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર કોન છે.
હિંસા
પોલીસના સૂત્રો પ્રમાણે SITની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે, હિંસામાં 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ હતા. પોલીસ તેમની ઓળખાણ કરી રહી છે. આ લોકો ગેરરીતે સીમાપુરી વિસ્તારમાં ઘુસ્યા હતા. પોલીસે કહ્યું કે, જલ્દી તેમની ધરપકડ કરવામાં આવશે. તે બાદ ષડયંત્રનો ખુલાસો થશે.
આ હિંસામાં ધરપકડ કરવામાં આવેલ લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે.