મુંબઇ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના બાંદ્રા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થઈ ગયું. જો કે, આ મકાન ખાલી હતું, પરંતુ બિલ્ડિંગનો એક ભાગ અન્ય મકાન પર પડ્યો હતો. આ ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરી હતી.
મુંબઈના બાંદ્રામાં ખાલી મકાનનો ભાગ તૂટ્યો, બચાવ કામગીરી ચાલુ - મુંબઇ ન્યૂઝ
સોમવારે રાત્રે મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના બાંદ્રા વિસ્તારમાં ખાલી મકાનનો એક ભાગ તૂટી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના શર્લી રાજન માર્ગની છે. જો કે, ઘર ખાલી હોવાથી મોટી જાનહાની ટળી હતી. તેમ છતા તેનો કાટમાળ નજીકની ઇમારત પર પડ્યો હતો. એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે, હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
મુંબઈ
આ ઘટના સોમવારે રાત્રે સાડા આઠ વાગ્યાની છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ 8 ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તે જ સમયે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાંદ્રાના શર્લી રાજન માર્ગ પર જે મકાન પડ્યું તે ખાલી હતું. જો કે, તેનો કાટમાળ નજીકની અન્ય મકાનો પર પડ્યો હતો.