થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકરેએ સભાને સંબોધન કરતા સમગ્ર વિવાદ ઉભો થયો હતો. એક સભાને સંબોધન કરતા ઠાકરે સરકારે કહ્યું કે, સાઇબાબાનો જન્મ થયો ત્યાં પાથરીમાં વિકાસના કામનો આરંભ કરીશુ અને વિકાસની એક નવી ઉંચાઈ સર કરીશું. મુખ્યપ્રધાનની આ વિકાસ અંગેની જાહેરાત કર્યા બાદ સાઈબાબાના ગામમાં ખુશી છવાઇ ગઇ હતી. આ નિવેદનને લઇને અહમદનગરમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો.
'સબકા માલિક એક' હવે સાઇબાબાની જન્મભૂમિ વિવાદમાં, શિરડી બંધ - મુખ્યપ્રધાન
મુંબઇ: શિરડી રવિવારથી અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે. મહત્વનું છે કે, આ નિર્ણય મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને આપેલા નિવેદન બાદ લેવામાં આવ્યો છે.
સાઇબાબાની જન્મભૂમી વિવાદમાં,
આ સમગ્ર આક્રોશને પગલે શિરડીને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. આ દરમિયાન માત્ર સાઇ બાબાનું મંદિર જ ખુલ્લુ રહેશે. આ સિવાય શહેર, ગલી કે મહોલ્લામાં કોઇ પણ દુકાન કે લારીઓ પણ ખુલ્લી રહેશે નહીં. આ સમગ્ર એલાનના પગલે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સમગ્ર બાબત અંગેની ચર્ચા થશે.