ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ, વધતાં ભાવો બાદ કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય - ડુંગળીની કિંમતમાં ધરખમ વધારો
નવી દિલ્હી: દેશમાં ડુંગળીની કિંમતમાં ધરખમ વધારો નોંધાયા બાદ આજે સરકારે આ અંગે મોટો નિર્ણય લીધો છે. લોકોએ હાલમાં 80થી 90 રુપિયે કિલો ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે. જેથી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ડુંગળીની નિકાસમાં રોક લગાવી દીધી છે.

latest onion price
અગાઉ પણ કેન્દ્રીય ખાદ્ય પ્રધાન રામવિલાસ પાસવાને પણ કહ્યું હતું કે, સરકાર ડુંગળીની કિંમતોમાં ઘટાડો કરવાનું વિચારી રહી છે. જે પણ સ્ટોક છે, તેનાથી માર્કેટમાં આવકને વધારવામાં આવી રહી છે. દેશમાં અનેક જગ્યાએ ડુંગળી 70થી લઈ 80-90 રુપિયા પહોંચી ગઈ છે. ત્યારે આવા સમયે સરકાર વેપારીઓના ભંડારો પર તવાઈ બોલાવી શકે છે. બીજીતરફ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ફરમાવી દેશના લોકોના હિતમાં નિર્ણય લેવાયો છે, ત્યારે હવે સરકારના પ્રયત્નો બાદ ડુંગળીના ભાવો ઘટે તેવી આશા સેવાઈ રહી છે.