ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પટનામાં જેડી મહિલા કોલેજમાં બુરખા પરનો પ્રતિબંધ હટાવ્યો, યૂનિફોર્મમાં આવવા પ્રાચાર્યનો આદેશ - કોલેજીયન યુવતિઓ અને બુર્ખા પ્રથા

પટનાની જેડી મહિલા કોલેજમાં યુનિફોર્મના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અહીં કેટલાય સમયથી બુરખા સંદર્ભે ચાલી રહેલા વિવાદમાં પ્રાચાર્યએ હવે નવો ફતવો બહાર પાડ્યો છે. જેમાં જૂનો આદેશ યથાવત્ છે. પરંતુ તેમાં ફક્ત બુરખા શબ્દ દૂર કરાયો છે. હવે કોલેજ કેમ્પસમાં યૂનિફોર્મમાં જ આવવું પડશે.

ban-on-burqa-in-jd-womens-college-removed
ban-on-burqa-in-jd-womens-college-removed

By

Published : Jan 25, 2020, 6:19 PM IST

પટનાઃ રાજધાનીના બેલી રોડ સ્થિત જેડી મહિલા કોલેજમાં પ્રાચાર્ય શ્યામા રાયે આદેશ જાહેર કર્યો હતો કે, કૉલેજમાં નિયત કરેલા ગણવેશમાં જ વિદ્યાર્થીનીઓ પ્રવેશ કરશે. સાથે જ તેમણે એ પણ આદેશ કર્યો હતો કે, કૉલેજ કેમ્પસ અને ક્લાસમાં વિદ્યાર્થીનીઓ બુરખા નહીં પહેરે. જો વિદ્યાર્થીનીઓ બુરખા પહેરે તો 250 રૂપિયા દંડ ભરવો પડશે.

જેડી મહિલા કૉલેજના પ્રાચાર્યના આદેશ પર લગાવાયેલી નોટીસોનો કેટલીક વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ આ મુદ્દો ચર્ચામાં આવતા કોલેજ પ્રશાસને આદેશ પરત લીધો છે.

આ અંગે પ્રાચાર્યએ કહ્યું કે, પહેલો આદેશ યથાવત્ છે, ફક્ત બુરખા શબ્દ હટાવયો છે. વિદ્યાર્થીનીઓએ યૂનિફોર્મમાં આવવું જરૂરી છે. બુરખા અંગે તેમણે કહ્યું કે, સ્થાનિક પોલીસ મથકમાંથી ફરિયાદો આવતી હતી કે, બુરખા પહેરીની અન્ય કાર્યો પણ થઈ રહ્યાં છે. સામાન્ય કપડામાં બુરખામાં ફક્ત કોલેજની જ નહીં અન્ય લોકો પણ કોલેજમાં પ્રવેશ કરે છે. તેના કારણે યુનિફોર્મ જરૂરી કરવામાં આવ્યો છે, જેથી બહારના લોકો અને કોલેજની વિદ્યાર્થીનીઓની ઓળખ થઈ શકે

ABOUT THE AUTHOR

...view details