ભારતીય સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ પારંપારિક રીતિરીવાજ પ્રમાણે પહેલવાન સંગીતા ફોગાટ સાથે સગાઈ કરી છે. આ સગાઈવિધિ સોનીપત ખાતે કરવામાં આવી હતી.
બજરંગ પૂનિયા અને સંગીતા ફોગાટએ કરી સગાઈ, ટોક્યો ઑલિમ્પિક બાદ લગ્ન - ગીતા ફોગાટ
હરિયાણા : ભારતીય સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ પારંપારિક રીતિરીવાજ પ્રમાણે પહેલવાન સંગીતા ફોગાટ સાથે સગાઈ કરી છે. પહેલવાન બજરંગ પૂનિયાના જેની સાથે લગ્ન થનારા છે, તે મહાવીર ફોગાટની સૌથી નાની પુત્રી સંગીતા છે. 2020માં યોજાનારા ટોક્યો ઑલિમ્પિક બાદ બંને લગ્ન કરશે.
સગાઈની વિધિ પુર્ણ થયા બાદ ફોગાટ પરિવારે બજરંગ પૂનિયાને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ સંગીતાના પિતા મહાવીર ફોગાટ અને બજરંગ પૂનિયાના પિતા બલવાન પૂનિયાએ પણ એકબીજાને શુભકામના પાઠવી હતી. બજરંગ હાલમાં ઑલિમ્પિકની તૈયારીમાં છે. પહેલવાન બજરંગ પુનિયા ટોક્યો ઑલિમ્પિક બાદ સંગીતા ફોગાટ સાથે લગ્ન કરી ગૃહસ્થ જીવનની શરૂઆત કરશે.
આ સમારોહમાં સગાઈની સમગ્ર વિધિની જવાબદારી મહાવીર ફોગાટ અને તેમની પત્નિએ સંભાળી હતી. તેમની સાથે ગીતા ફોગાટ અને રિતુ ફોગાટ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બજરંગ પૂનિયાનો પરિવાર અને કેટલાક નજીકના સબંધીઓ સામેલ થયા હતા.
ટીકા(સગાઈ)ની વિધિ પહેલા મહાવીર ફોગાટે બજરંગને તિલક કરી શુકન તરીકે પાંચસો રુપિયા આપ્યા હતા. ત્યારબાદ બજરંગને કપડા, મિઠાઈ અને ફળ ભેટ તરીકે આપ્યા હતા. ઉપસ્થિત સગાસંબધીઓએ બજરંગને આશીર્વાદ આપ્યા હતા. તેમના લગ્ન કોઈપણ પ્રકારના દહેજ લીધા વગર થશે તેવુ બંન્ને પરિવારોએ જણાવ્યું હતું.