ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુરી જગન્નાથના ગુડિંચા મંદિરથી શરૂ થઈ ભગવાન જગન્નાથની બાહુડા રથયાત્રા - Devotional

પુરીઃ ઓડિશામાં જગન્નાથ રથયાત્રા જન્મ વેદીથી રત્મ વેદી માટે પોતાના ભાઇ-બહેન સાથે ગુંડિચા મંદિરથી બાહુડા રથ યાત્રા માટે રવાના થઇ ચૂકી છે. ગુડિંચા મંદિરમાં 9 દિવસના પ્રવાસ બાદ પાછા ફરવા માટે ભગવાન જગન્નાથ પવિત્ર રથ પર સવાર થઇ ગયા છે. આ યાત્રાને જોવા માટે લાખો ભક્તો ઉમટી પડ્યા હતા.

Conclude

By

Published : Jul 12, 2019, 6:40 PM IST

ભગવાન જગન્નાથને તેમના રથ નંદીઘોષમાં લઇ જવામાં આવ્યા હતા. ભાઇ બલભદ્ર અને સુદર્શન તથા બહેન સુભદ્રાને તેમના રથ પર લઇ જવામાં આવ્યા હતા.

ભગવાન જગન્નાથ અને તેમના ભાઇ-બહેનના દિવ્ય દર્શનને લઇને ભક્તો રથની ચારે તરફ એકઠા થઇ ગયા હતા. અહીં માન્યતા છે કે રથ પર બિરાજેલા ભગવાન જગન્નાથના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ABOUT THE AUTHOR

...view details