250 કેદીઓને મુક્ત કરશે બહરીન, PM મોદીના પ્રવાસ બાદ થયો નિર્ણય - વડાપ્રધાન મોદી
મનામા: બહરીન સરકારે વડાપ્રધાન મોદીની ખાડી દેશની પ્રથમ યાત્રા દરમિયાન સદભાવ દર્શાવતા 250 ભારતીય કેદીઓની સજા આજે માફ કરી દીધી છે. સત્તાવાર આંકડાઓની અનુસાર વિભિન જેલોમાં 8,189 ભારતીય બંધ છે. જેમાં સાઉદી અરબમાં સર્વાધિક 1,811 અને સંયુક્ત અમીરાતમાં 1,392 ભારતીયો છે. આ સ્પષ્ટ નથી કે, બહરીનમાં કેટલાક ભારતીય જેલમાં બંધ છે.
![250 કેદીઓને મુક્ત કરશે બહરીન, PM મોદીના પ્રવાસ બાદ થયો નિર્ણય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4242050-thumbnail-3x2-bahrinn.jpg)
bahrain
PMOએ ટ્વીટ કર્યું કે, બહરીન સરકારે બહરીનમાં સજા ભોગવી રહેલા 250 ભારતીયોની સજા માફ કરી છે. જે બાદ વડાપ્રધાન મોદીએ બહરીનના શાહ અને શાહી પરિવારને તેમના આ નિર્ણય માટે આભાર માન્યો છે.
Last Updated : Aug 25, 2019, 11:30 PM IST