દિવાળીનો પર્વ કે જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે. સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે એક ખુશીના સમાચાર આપ્યા હતાં. તેણે અમેરિકાની સરકાર દ્વારા કરાયેલા કાયલા મુલર ઑપરેશનમાં આતંકી દેશના વડા બગદાદીને ઠાર મરાયા હોવાનું જણાવ્યું હતું. ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) જે પોતાની સીમાઓનો વિસ્તાર કરવા કેટલાક દેશોના વિલયના લક્ષ્ય સાથે સ્થાપિત થયો. 2014માં તેનું નામ બદલીને ઈસ્લામિક સ્ટેટ કરી દેવાયું.
બગદાદીનું મોતઃ તો શું ISનો આતંક પણ પૂર્ણ? - IS terror even END?
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે એક ખુશીના સમાચાર આપ્યા કે સંયુક્ત રાજ્ય અમેરિકાની સરકાર દ્વારા કરાયેલા કાયલા મુલર ઑપરેશનમાં ઈસ્લામિક સ્ટેટના વડા અબૂ બક્ર અલ-બગદાદીનો ખાત્મો કરાયો છે.
અમેરિકાની સરકારે બગદાદી માટે 2.5 મિલિયન અમેરિકી ડૉલરની જાહેરાત કરી હતી. રૂસે ઘોષણા કરી હતી કે સીરિયા પર પોતે કરેલા હુમલા દરમિયાન બગદાદીના માર્યા ગયાની શંકા હતી. પરંતુ, ટ્રમ્પે આ દાવા પર વિશ્વાસ ન કર્યો. આઈ.એસ.ના ખાત્મા માટે અમેરિકાએ કુર્દીની મદદ લીધી.બગદાદી જે રૂસ, ઈરાક અને તુર્કીના હવાઈ વિસ્તારોનો ઉપયોગ કરી સીરિયાના ઈદબલમાં સંતાયો હતો, જેની પર અમેરિકાના 8 હેલીકૉપ્ટર દ્વારા હુમલો કરાયો. તે એકલ દ્વારની સુરંગમાં જતો રહ્યો અને પોતે જ પોતાનો આત્મહત્યા કરી લીધી. ટ્રમ્પ, જેણે આખા ઑપરેશનને જોયાનો દાવો કર્યો. બગદાદીના ડી.એન.એ. ટેસ્ટના 15 મિનિટમાં તેને મૃત જાહેર કરી દેવાયો. આ સંપૂર્ણ બાબતો દર્શાવે કે ચારેય તરફથી ટીકાનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પોતાની ખરડાયેલી છાપ સુધારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ, તેની સામે એક સવાલ એ પણ ઉપસ્થિત થયો છે કે શું એક બગદાદીને મારી નાખવાથી આંતકવાદી પ્રવૃતિઓ અટકી જશે?
9/11 બાદ જૉર્જ બુશના પહેલા ભડકાઉ ભાષણમાં તેમણે અમેરિકીઓને આ આપદા સામે કાર્યવાહી માટે એક આહ્વાનના રૂપે જોવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે 'આ દેશ શાંત છે. પરંતુ, ગુસ્સો અપાવતા શાંત રહે તેમ નથી. આ તે રીતે જ નાશ પામશે અને તે ક્ષણોમાં અમે જેને પસંદ કરીશું' આતંકવાદ પર વૈશ્વિક યુદ્ધ અફધાનિસ્તાનમાં તાલિબાન અને તેમના સમર્થક અલ-કાયદાનો નાશ કરવા માટે શરૂ કરાયું હતું. અમેરિકા દ્વારા તાલિબાનને નષ્ટ કર્યા બાદ પાકિસ્તાનના અલ-કાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનના બચાવમાં આવ્યું. 2011માં ઓબામા સરકારે ગર્વ સાથેના તેમના સફળ સૈન્ય અભિયાન બાદ લાદેનના મોતની જાહેરાત કરી હતી. હવે ટ્રમ્પે આ બગદાદીના મોતને લાદેનની સરખામણીએ વધારે મહત્વપૂર્ણ ગણાવી છે, જે ટીકાને પાત્ર બન્યુ છે. એ વાત નિર્વિવાદ છે કે તમામ દેશોમાં આતંકીઓએ ભય ઉભો કર્યો છે.