મૌલાના બદરૂદ્દીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધતા જણાવ્યુ હતું કે, PM મોદી તેમના ભાઈ-બહેનમાં પાંચમા કે છઠ્ઠા નંબરે છે. જો પાંચમા કે છઠ્ઠા નંબરે બાળક પેદા ન કરાયું હોત તો PM મોદી પણ ન હોત.
અજમલે એમ પણ ઉમેર્યુ હતું કે, જો બે થી વધારે બાળકો પેદા ન કરાયા હોત તો મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલનું પણ અસ્તિત્વ ન હોત. કેમ કે તેઓ તેમના ભાઈ-બહેન વચ્ચે આઠમાં નંબરે છે. એટલે બે કરતાં વધુ બાળકોને જન્મ આપવાની મંજૂરી હોવી જોઈએ.