દર વર્ષે શિયાળા દરિમાયન બદ્નીનાથ ધામના કપાટ બંધ કરી દેવામાં આવે છે. પ્રત્યેક વર્ષ વસંત પંચમીના દિવસે રાજપુરોહિતો દ્વારા કપાટ ખોલવાના મુહૂર્ત કાઢવામાં આવે છે. તે બાદ નિશ્ચિત તિથિ પર બદ્નીનાથ ધામના કપાટ ખોલવામાં આવે છે. જે ઓક્ટોબર-નવેમ્બરમાં બંધ કરવામાં આવે છે.
બદ્નીનાથના ખુલ્યા કપાટ, દર્શન કરવા 12 હજારથી વધુ ભક્તો પહોંચ્યા - gujarat
ચમોલી: બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4 વાગીને 15 મિનીટે વિઘિ સાથે ભગવાન બદ્નીનાથના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયા છે. શંકરાચાર્યની પાવન ગદ્દી તથા મુખ્ય પુજારી બદ્નીનાથ ધામ પહોંચી ગયા હતા. મંદીરને ફૂલોથી સુષોભિત કરવામાં આવ્યું હતું. કપાટ ખુલતાની સાથે જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્ય, પૂર્વ મુખ્યપ્રધાન રમેશ પોખરિયાલ નિશંક તથા મહેન્દ્ર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કપાટ ખુલવાની સાથે 12 હજાર શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કર્યા હતા.
ફાઇલ ફોટો
બદ્નીનાથ ધામ નર તથા નારાયણ નામના બે પર્વત શ્રૃખંલાઓ વચ્ચે આવેલો છે. મંદિરમાં ભગવાન વિષ્ણુના રૂપમાં બદ્નીનારાયણની પૂજા થાય છે.