ચમોલી: બદ્નીનાથ ધામના કપાટ શુક્રવાર 15 મેના રોજ સવારે 4.30 કલાકે ખુલ્યા હતા. આ અગાઉ ભગવાન બદરીધામ 10 ક્વિન્ટલ ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અગાઉ બદ્નીનાથના સિંહ દ્વાર, મંદિર સંકુલ, પરિક્રમા સ્થળ અને ગરમ કુંડની સાથે વિવિધ સ્થળોને સેનેટાઇઝ કરવામાં આવ્યાં છે.
આજે સવારે 4.30 કલાકે ખુલ્યા બદ્નીનાથના કપાટ, 10 ક્વિન્ટલ ગલગોટાથી બદ્નીનાથ ધામ શણગારાયું - બદરીનાથ ધામ
15 મે સવારે 4 વાગે 30 મિનિટે બ્રહ્મ મુહૂર્ત પર બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા.
આ અગાઉ 14મે ગુરુવારે પાંડુકેશ્વર મંદિરના આદિ ગૂરૂ શંકરાચાર્યની ગદી, કુબેર જી,ઉદ્ધવ જી, ગરુડ જી અને ગાડૂ તેલ કલશ યાત્રા લઈને બદરીનાથના રાવલ ઇશ્વરી પ્રસાદ નંબૂદરી બદ્નીનાથ ધામ પહોંચ્યા હતા. તેમની સાથે દેવસ્થાનમ બોર્ડના સભ્ય પણ હતા. અગાઉ પાંડુકેશ્વરમાં કુબેર જી, ઉદ્ધવ જી અને ગરુડ જીની વિશેષ પૂજાઓ થઈ હતી.
15મે શુક્રવારે સવારે 4 વાગીને 30 મિનિટ પર બ્રહ્મ મુહૂર્ત પર ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન માત્ર 28 લોકોને જ રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં રાવલ અને દેવસ્થાનમ બોર્ડના સભ્યો શામેલ હતા. કપાટ ખોલવા દરમિયાન તમામ લોકોને સામાજિક અંતરનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી.