ઉલ્લેખનીય છે કે, શિયાળા દરમિયાન બુધવારના રોજ ગણેશ પૂજા સાથે સાંજે ગણેશજીના કપાટ બંધ કરવામાં આવશે.16 નવેમ્બરે મહાલક્ષ્મી પૂજન બાદ 17 નવેમ્બરે બદરીનાથને ઘૃતકંબલ ઓઢાડવામાં આવશે. જે બાદ સાંજે 5:13 વાગ્યે ભગવાન બદરી વિશાલના કપાટ વિધિવત પૂજા કર્યા બાદ શિયાળાની ઋતુ માટે બંધ કરવામાં આવશે.
બદરીનાથ ધામ 17 નવેમ્બરે બંધ થશે, આજે ગણેશ પૂજા - બદ્રીનારાયણ મંદિર
દેહરાદુન: ભગવાન બદરીનાથ ધામના કપાટ 17 નવેમ્બરે બંધ થશે. જેના માટે બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. બીજી તરફ કપાટ બંધ થયાના 6 મહિના બાદ જ મંદિરના કપાટ ખુલશે.
badrinath dham doors closed for dates
બદરીનાથ મંદિરને બદ્રીનારાયણ મંદિર પણ કહેવામાં આવે છે, જે અલકનંદા નદીના કિનારે ઉત્તરાખંડમાં આવેલું છે. મંદિર ભગવાન વિષ્ણુના રુપે બદરીનાથને સમર્પિત છે. જેને ચારધામમાંથી એક માનવામાં આવે છ. જ્યાં દર વર્ષે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ કપાટ ખુલતાની સાથે જ દર્શન માટે પહોંચે છે.