જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, ગોળીબારમાં એક બાળકી સહિત 4 લોકો ઘાયલ - jammu kashmir news today
શ્રીનગરઃ ઉત્તર કાશ્મીરના બારામુલામાં શનિવારે આતંકવાદીઓએ મકાનને નિશાન બનાવ્યુ હતુ. જેમાં એક જ પરિવારના 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નાની બાળકી સહિત ચાર લોકોને આતંકીઓ દ્વારા ગોળી મરાતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા.
આતંકી હુમલો
આતંકવાદનીઓ દ્વારા કરાયેલા હુમલામાં સોપોરના ડેંગરપોરા ગામે ઉસ્મા જાન નામની એક બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયાં હતા. જેની સ્થાનિક પોલીસે જાણકારી આપી હતી. પોલીસ ઓફિસરે વધુમાં કહ્યું હતું કે, તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા છે અને સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આતંકીઓને શોધવાની વધું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Last Updated : Sep 7, 2019, 2:50 PM IST