લખનઉ: CBIની વિશેષ અદાલતે બાબરી મસ્જિદ તોડવાના કેસમાં સીઆરપીસીની કલમ-313 હેઠળ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના નિવેદન માટે 24 જુલાઈની તારીખ નક્કી કરી છે. અડવાણીનું નિવેદન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે. તે જ સમયે, બીજેપીના અન્ય વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું નિવેદન 23 જુલાઇએ નોંધવામાં આવશે.
બાબરી વિધ્વંસ કેસ: 23 જુલાઈએ જોશી અને 24 જુલાઈએ અડવાણીનું નિવેદન નોંધવામાં આવશે - બાબરી વિધ્વંસ કેસ
CBIની વિશેષ અદાલતે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં સીઆરપીસીની કલમ 313 હેઠળ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના નિવેદનની તારીખ 24 જુલાઈ નક્કી કરી છે.
બાબરી વિધ્વંસ કેસ
ભાજપના નેતા મુરલી મનોહર જોશીનું નિવેદન નોંધવા માટે વિશેષ ન્યાયાધીશ એસ.કે. યાદવે 23 જુલાઇની તારીખ નક્કી કરી છે. 22 જુલાઇએ આ જ કેસમાં સતિષ પ્રધાનનું નિવેદન નોંધવામાં આવશે.
CBIવિશેષ અદાલતે સોમવારે આરોપી સુધીર કક્કડનું નિવેદન નોંધ્યું હતું. તે રૂબરૂમાં કોર્ટમાં હાજર થયા હતા. જો કે, આ અગાઉ તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિવેદન રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.