ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા વિવાદમાં મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારી પર હુમલો

અયોધ્યા: બાબરી મસ્જિદ વિવાદમાં મુખ્ય પક્ષકારોમાંના એક ઈકબાલ અંસારીના ઘર પર કથિત રીતે બે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અંસારીએ દાવો કર્યો છે કે, આ હુમલાવરોએ તેમને કેસ પરત લેવાને લઇને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

Ayodhya

By

Published : Sep 3, 2019, 8:14 PM IST

ઈકબાલ અંસારીએ જણાવ્યું કે, હુમલા દરમિયાન તેમના સુરક્ષાકર્મીઓએ વચ્ચે પડી તેમને બચાવ્યા હતાં. હાલ પોલીસે હુમલાવરોની ધરપકડ કરી છે. વધુમાં અંસારીએ જણાવ્યું કે, મંગળવારે બપોરે એક વ્યકિત અને એક મહિલા તેમના ઘરે પહોંચ્યા હતાં. મહિલાએ તેમનું નામ વર્તિકા સિંહ જણાવ્યું અને કહ્યું કે તે એક આંતરરાષ્ટ્રીય શુટર છે. તેઓએ મને કહ્યું કે, હું વિવાદમાંથી પોતાનો દાવો પરત લઈ લવ અને એવું ન કરવા પર તેને મને ધમકી આપી કે તે મને ગોલી મારી દેશે.

આ મામલા પર ફૈજાબાદ પોલીસ અધીક્ષક વિજયપાલ સિંહે જણાવ્યું કે, અમે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું પોલીસે FIR નોંધી છે તો તેઓએ કહ્યું કે, 'હું તમને જણાવીશ'. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે મંગળવારે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પક્ષોના અધિવક્તા રાજીવ ધવનને ધમકી દેવા પર બે વ્યક્તિઓ પાસેથી જવાબ માંગ્યા હતાં.

હકીકતમાં ધવને બે વ્યક્તિઓ વિરુધ્ધ તિરસ્કારની અરજી દાખલ કરી હતી. જેમાં એક સેવાનિવૃત શિક્ષણ અધિકારી એન શનમુગમ અને બીજા એક રાજસ્થાન નિવાસી સંજય કલાલ બજરંગી છે. આ બંને પર ધવને આરોપ લગાવ્યો છે કે, તેઓને મુસ્લિમ પાર્ટિઓ માટે રજુ થવા માટે ધમકી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details