ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફેસબુક, ગુગલ અને યૂટ્યૂબ બાબા રામદેવના આક્ષેપ સંબંધિત સામગ્રી દુર કરે - દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ફેસબુક, યૂટ્યૂબ અને ટ્વિટરને બાબા રામદેવ વિરુદ્ધ લાગેલા આક્ષેપો સંબંધિત કન્ટેનને દુર કરવાનો નિર્દેશ કર્યો છે.

etv bharat

By

Published : Oct 24, 2019, 9:51 AM IST

Updated : Oct 24, 2019, 12:23 PM IST

દિલ્હી હાઈકોર્ટે ફેસબુક, ગૂગલ, યૂટ્યૂબ અને ટ્વિટરને બાબા રામદેવ વિરુદ્ધના આરોપો સંબધિત કન્ટેન દુર કરવાનો નિર્દેશ કર્યો છે. જસ્ટિસ પ્રતિભા સિંહે બાબા રામદેવ અને પતંજલિ આર્યુવેદની અરજી પર 29 સપ્ટેમ્બર 2018ના રોજ સુનાવણી કરતા હાઈકોર્ટે બાબા રામદેવ વિશે લખવામાં આવેલું પુસ્તક 'ગૉડમૈન ટૂ ટાઈકૂવ-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ બાબા રામદેવ' ને છાપવા અને ડિસ્ટિટ્રબ્યૂટ કરવા તથા વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ પુસ્તકના વીડિયો ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટર પર મૂકવામાં આવ્યા છે. જેથી કોર્ટે કહ્યું કે આ કન્ટેન દુર કરવામાં આવે. આ સુનાવણી દરમિયાન ફેસબુકે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કન્ટેનને દૂર કરવું સંઘર્ષ અને કાયદાના વિરોધને દબાવવા જેવું છે. તો ગૂગલે કહ્યું કે, જે પાર્ટીએ કન્ટેન્ટ અપલોડ કર્યું છે. તેમને કોર્ટમાં પક્ષકાર બનાવવામાં આવ્યો નથી. જેથી આ અરજી ફગાવી દેવી જોઇએ. વધુમાં ગૂગલે કહ્યું કે, ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ માત્ર ભારતમાં લાગુ છે. માટે આ એક્ટના આધારે વૈશ્વિક સ્તરે કન્ટેનને હટાવવાનો આદેશ આપી શકાય નહી.

2018માં બાબા રામદેવે જગરનોર્ટ બુક્સ પ્રકાશિત થનારી પર આ પુસ્તકને છાપતા રોકવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, આ પુસ્તક જેના વિશે લખાયું છે, તેમની ગરિમાને ધ્યાનમાં રાખવી જોઈએ.

કોર્ટે કહ્યું કે આ પુસ્તક બંધારણની કલમ 21 હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. હાઈકોર્ટે પ્રકાશકની અરજીને ફગાવી છે. તેનો હેતુ બાબા રામદેવને બદનામ કરવાનો નથી.

Last Updated : Oct 24, 2019, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details